મમ્મીએ દીકરા સાથે સોશિયલ મીડિયામાં ફેમસ થવા ના કરવાનું કરી લીધુ, ભડક્યા લોકો, એકબીજાને ચોંટી ચોંટીને….

પબ્લિસીટીની ભૂખનો કોઈ ઈલાજ નથી. આજકાલ લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરે છે. લોકોને રીલ બનાવવાનો એટલો શોખ છે કે તેઓ ગમે ત્યાં હોય મંદિરોમાં હોય કે કોઇ જાહેર સ્થળ પર કે પછી ટ્રેનમાં…તેઓ કંઇ પણ જોયા વગર અને જાણ્યા વિચાર્યા વગર જ વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે. ટિકટોક પ્રતિબંધ બાદ હવે તેની જગ્યા ઈન્સ્ટાગ્રામે લઈ લીધી છે. હવે લોકો વિવિધ પ્રકારના ગીતો પર વીડિયો બનાવે છે અને પોસ્ટ કરે છે અને પબ્લિસિટી મેળવવા માટે અલગ અલગ અખતરા પણ કરતા હોય છે.

ઘણીવાર ફેમસ થવાના રોગને કારણે કોઇ અકસ્માતનો ભોગ પણ બને છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મા-દીકરાની જોડી ઘણી ચર્ચામાં છે. આ મા-દીકરાની જોડીના અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાં તેઓ રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા પણ જોવા મળે છે. વીડિયોમાં દેખાતી મહિલા ખૂબ જ નાની દેખાઈ રહી છે, આ વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ રચના છે, તે તેના પુત્ર સાથે રોમેન્ટિક ગીતોની રીલ્સ શેર કરે છે અને વીડિયોમાં ‘મોમ એન્ડ સન’ લખે છે. જો કે, રચનાએ પાછળથી કહ્યું કે તે આ છોકરાની માસી છે.

પૂલમાં નહાતી આ જોડીનો વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. કેટલાક લોકો તેમના વીડિયોને પસંદ કરે છે તો કેટલાક લોકો તેમને શરમ કરો તેવું પણ કહે છે. તાજેતરમાં પોસ્ટ કરાયેલા આ વીડિયો સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. લોકો ટ્વિટર પર આ વીડિયો શેર કરીને અજીબ કહી રહ્યા છે. આ વીડિયોથી લોકો એટલો નારાજ છે કે મહિલા આયોગે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આવા માતા-પિતાને જેલમાં મોકલવા જોઈએ. રચનાના વીડિયોમાં બાળ શોષણનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘણી રીલ્સની અંદર છોકરો ક્યારેક મહિલાને ગળે લગાવે છે તો ક્યારેક કિસ કરતો પણ જોવા મળે છે. વીડિયોમાં બંને રોમેન્ટિક કપલની જેમ બધુ કરી રહ્યા છે, જેના કારણે લોકો ગુસ્સે છે. આ સિવાય ઘણા વીડિયોમાં એક યુવતી પણ મહિલા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલાએ તેને પોતાની પુત્રી ગણાવી છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો છે. ટ્વિટર પર મહિલાનો વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે તે બંને માતા અને પુત્ર છે. તે ખૂબ જ વિચિત્ર છે.

આ સાથે યુઝરે એક સાથે અનેક વીડિયો શેર કરતા માતાની ટીકા કરતા વાંધો ઉઠાવ્યો છે.તમને જણાવી દઈએ કે તમામ રીલના વીડિયો રચના નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલા છોકરા સાથે રોમેન્ટિક ગીતો અને પ્રેમ સંવાદો પર રોમાન્સ કરતી જોવા મળે છે. જોકે કેટલાક વીડિયોમાં મહિલા પણ તેના પતિ સાથે છે. મહિલાના આ કૃત્ય બાદ યુઝર્સ તેના વીડિયોને મહિલા આયોગને ટેગ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rachna🌸 (@rachnaa_0)

ayurved

Not allowed