અરમાન મલિકની બંને પ્રેગ્નેટ પત્નીઓ શેર કર્યો બેડરૂમ વીડિયો, બોલી- અમે બધા અહીં સાથે સૂઇ…

બે-બે હિંદુ સુંદર બૈરાઓ સાથે સાથે એક બેડરૂમમાં રહે છે અરમાન મલિક, બતાવ્યો રૂમની અંદરનો નજારો

યૂટયૂબર અરમાન મલિક આ દિવસોમાં તેની બંને પત્નીઓ અને તેમની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. અરમાનની બંને પત્નીએ કૃતિકા અને પાયલ આ દિવસોમાં તેમની પ્રેગ્નેંસીનો આનંદ માણી રહી છે. પાયલ અને કૃતિકા એકસાથે ગર્ભવતી થઇ હોવાને લઇને ઘણા લોકોએ તેમને ટ્રોલ કરી રહી હતી. જો કે તે બાદ બંનેએ સ્પષ્ટતા કરી હતી કે પાયલ ટ્રિટમેન્ટથી પ્રેગ્નેટ થઇ છે અને કૃતિકા કુદરતી રીતે પ્રેગ્નેટ છે. ત્યારે આ વચ્ચે કૃતિકા અને પાયલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેમના બેડરૂમની ઝલક બતાવતી જોવા મળી હતી.

આ વીડિયોમાં અરમાન મલિકની બંને પત્નીઓ કૃતિકા અને પાયલ તેમના બેડરૂમની ઝલક બતાવતી જોવા મળી હતી. વીડિયોમાં કૃતિકા અને પાયલ પહેલીવાર તેમની પ્રેગ્નેંસી વિશે વાત કરતા જોવા મળે છે. પાયલ અને કૃતિકા તેમના નવા ઘરની ઝલક બતાવે છે અને કહે છે કે અમે તમને આખું ઘર બતાવવાના નથી. જે પછી તે કહે છે કે અમે તમને સૌથી વધુ મનપસંદ વસ્તુઓ જ બતાવીશું. જે પછી પાયલ મલિક અને કૃતિકા મલિક બંને તેમના જબરદસ્ત બેડરૂમની ઝલક બતાવે છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે તેઓએ આ રૂમમાં કસ્ટમાઈઝ્ડ બેડ બનાવ્યો છે.

જેના પર કૃતિકા અને પાયલ અરમાન અને પુત્ર ચિરાયુ સાથે સૂઈ જાય છે. બેડની બાજુમાં મોટો મિરર પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પાયલ અને કૃતિકા જણાવે છે કે તેઓએ આ બેડ કસ્ટમાઈઝ કર્યો છે. કારણ કે જૂના મકાનમાં નાનો બેડ હોવાને કારણે બધાને અહીં-ત્યાં સૂવું પડતું હતું. હવે આ બેડ અલગ છે અને તેનું કારણ એ છે કે અમે પણ યુનિક છીએ અને અમારો પરિવાર પણ ખૂબ જ અનોખો છે. પાયલ અને કૃતિકાનો આ વીડિયો અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. કૃતિકા મલિક કહે છે, “અમારા માટે આ માસ્ટર બેડ ખાસ બનાવવામાં આવ્યો છે.

જેથી અમે બધા સાથે સૂઈ શકીએ. પહેલાના ઘરમાં અહીં-તહીં સૂવું પડતું. કારણ કે ત્યાં બેડ નાનો હતો.” પાયલ કહે છે કે ટૂંક સમયમાં જ પરિવાર વધવા જઈ રહ્યો છે, તેથી જ આ બેડ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ કહી શકાય કે પાયલ અને કૃતિકાએ આવનારા બેબીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓએ નવું ઘર પણ લીધું અને આખા પરિવાર માટે એક નવો બેડ કસ્ટમાઇઝ કરાવડાવ્યો. ઉલ્લેખનીય છે કે, અરમાનના એક વ્લોગમાં તેની બીજી પત્ની કૃતિકા મલિકે અરમાનની પહેલી પત્ની પાયલની ગર્ભાવસ્થા વિશે ખુલાસો કર્યો હતો.

કૃતિકા કહે છે કે તેને તકિયાની જરૂર નથી અને પાયલને તેની વધુ જરૂર છે કારણ કે પાયલ જોડિયા બાળકોને જન્મ આપવાની છે. જણાવી દઈએ કે અરમાન મલિક વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. આ કપલને એક બાળક છે, જેનું નામ ચિરાયુ મલિક છે. પાયલ સાથેના લગ્નના 6 વર્ષ પછી અરમાન મલિકને કૃતિકા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેણે વર્ષ 2018માં કૃતિકા મલિક સાથે બીજી વખત લગ્ન કર્યા.

તમને જાણીને નવાઈ લાગશે કે કૃતિકા મલિક તેની પહેલી પત્ની પાયલ મલિકની ખાસ મિત્ર હતી અને તેના ઘરે આવતી જતી રહેતી હોવાની કારણે અરમાન અને કૃતિકા બંને એકબીજાની નજીક આવ્યા હતા. અરમાને તેની બંને પત્નીઓ સાથે લવ મેરેજ કર્યા છે.

ayurved

Not allowed