3 દિવસ સુધી અભિનેત્રીની લાશ સડતી રહી, 17 વર્ષ થઇ ગયા તો પણ એ ફ્લેટમાં કોઈ રહેવા નથી ગયું, ઘણા લફડા કરી ચુકી છે પરવીન બાબી

દરેક વ્યક્તિ ઘર ખરીદવા માટે મહેનત કરે છે અને તેમાં પણ મુંબઈ જેવા મોટા શહેરમાં એક ઘર હોવું એક કિસ્મતની વાત છે અને તેમાં પણ આ ઘર જો પ્રાઈમ લોકેશન ઉપર હોય તો પછી પૂછવું જ શું ? જ્યાંથી દરિયો દેખાય, બધી જ સુખ સુવિધાઓ એ ઘરમાં હોય. તો તો જિંદગી જ બદલાઈ જાય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈમાં એક ઘર એવું છે જ્યાં આ બધું જ હોવા છતાં પણ વેચાઈ નથી રહ્યું અને ખાસ વાત તો એ છે કે આ ઘર કોઈ સામાન્ય વ્યક્તિનું નહિ પરંતુ બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રીનું છે.

બોલીવુડમાં ઘણું જ નામ મેળવેલી પરવીન બાબી 80 અને 90 ના દાયકાની અભિનેત્રી હતી જેણે લોકોને તેના અદ્દભુત અભિનય અને સુંદરતાથી પાગલ બનાવી દીધા હતા. તે સમયગાળામાં, લોકો તેની એક ઝલક જોવા માટે આતુર રહેતા હતા. તેને જોવા માટે થિયેટરોમાં લાંબી કતાર લાગતી હતી. પરવીન બાબીનું 2005 માં ઘણી ઊંચાઈએ પહોંચ્યા બાદ મોત થયું હતું. કેમેરાની આ ચમક પાછળ એક અલગ જ દુનિયામાં પરવીન રહેતી હતી જેની ઓળખ પરવીન બાબીના મોત પહેલા અને પછી જોવા મળી હતી.

પરવીને જ લાખો લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ જ્યારે તે માનસિક બીમારી સામે લડતી હતી ત્યારે તેની સાથે કોઈ નહોતું. તેનું મોત થયું ત્યારે પણ ત્રણ દિવસ સુધી કોઈને તેની જાણ થઈ નહીં. પરવીન બાબીને આ દુનિયાને અલવિદા કર્યાને 17 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ મુંબઈમાં તેનો ફ્લેટ સુમસાન છે. જે ફ્લેટમાં પરવીન બાબીની લાશ મળી હતી તે મુંબઈના જુહુ વિસ્તારમાં રિવેરા બિલ્ડિંગના 7મા માળે છે. આ ઈમારત પ્રખ્યાત જુહુ બીચના એકદમ કિનારે છે. આ ટેરેસ ફ્લેટ છે.

આ અભિનેત્રીનો સમુદ્રના કિનારે આવેલો ફ્લેટ જ્યાં લોકો રહેવા માટે ઉત્સુક છે. પરંતુ આજે લોકો પરવીનનો દરિયા કિનારે બનાવેલો ફ્લેટ લેતા ખચકાય છે. ન તો તેનો ખરીદનાર મળી રહ્યો છે કે ન તો કોઈ તેને ભાડે લેવા તૈયાર છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ‘આ ફ્લેટ માત્ર વેચાણ માટે જ નથી પરંતુ ભાડે પણ ઉપલબ્ધ છે. આ ફેલની વેચાણ કિંમત 15 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તો જો આ ફ્લેટ કોઈને ભાડા ઉપર જોઈતો હોય તો તેનું માસિક ભાડું 4 લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે.

જ્યારે પરવીને દૂધ અને રોજીંદી વસ્તુઓ લેવા માટે ઘણા દિવસો સુધી દરવાજો ન ખોલ્યો તો આસપાસના લોકોએ પોલીસને જાણ કરી, દરવાજો ખોલતા જ અભિનેત્રી મૃત હાલતમાં મળી આવી હતી. પરવીન બાબીને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી હતી અને તે દરરોજ તેની સાથે લડતી હતી. તેના મોત બાદ તેનું શરીર ત્રણ દિવસ સુધી ફ્લેટમાં સડતું રહ્યું અને આ ભયંકર વાતો સાંભળીને, કોઈ આ ફ્લેટમાં પગ પણ મૂકવા માંગતું નથી.

Team Akhand Ayurved

Not allowed