ઉનાળાની હિટ વેવમાં માત્ર આ એક ફળ ખાવાથી શરીરને મળશે ઠંડક, વજન ઘટાડવાની સાથે સાથે ત્વચામાં પણ લાવશે નિખાર

તાજેતરના દિવસોમાં દેશમાં હિટ વેવ ચાલી રહ્યું છે જેને લીધે દેશમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ થઇ રહ્યા છે. ભીષણ ગરમીમાં લોકો પોતાને ફ્રેશ રાખવા અને  શરીરને ઠંડક આપવા અવનવા પ્રયોગો કરતા રહે છે.લોકો ઉનાળામાં પોતાને ઠંડક આપવા તરબૂચ, દ્રાક્ષ, લીચી વગેરે જેવા ફળોનું સેવન કરે છે જેને લીધે શરીર પણ હાઈડ્રેટ રહી શકે. પણ તમને જણાવી દઈએ કે એક એવું ફળ છે જે માત્ર ઉનાળામાં જ જોવા મળે છે અને તેના સેવનથી શરીરને ઠંડક મળવાની સાથે સાથે સ્વાસ્થ્યને લગતા બેમિસાલ ફાયદાઓ પણ થાય છે. અમે વાત કરી રહ્યા છીએ તાડગોલા એટલે કે તાલફળીની જેને ઇંગ્લીશમાં આઈસ ફ્રૂટ કે પામ ફ્રૂટ પણ કહેવામાં આવે છે.  તાલફળીનો સ્વાદ નારિયેળ પાણી  જેવો હોય છે અને તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખુબ ફાયદેમંદ પણ હોય છે. આવો તો તાલફળી ખાવાના ફાયદા.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

 

1. વજન ઘટાડવામાં મદદરૂપ: તાલફળી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન ઘટાડવા માટે ખુબ ફાયદેમંદ છે. તાલફળીમાં ખુબ મોટી માત્રામાં પાણી હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે શરીરનું વજન પણ કંટ્રોલમાં રહે છે.

2. ગર્ભાવસ્થામાં ફાયદેમંદ: ગર્ભાવસ્થામાં મોટાભાગે મહિલાઓને કબજિયાત અને એસીડીટીની સમસ્યા રહે છે. એવામાં તાલફળી ખાવાથી મહિલાનું શરીર હાઈડ્રેટ રહે છે જે સ્ટુલના મુવમેન્ટ માટે મદદ કરે છે અને સાથે જ ગર્ભવતી મહિલાને આરામ પણ મળે છે.

 

3.પેટની સમસ્યામાંથી આરામ: ગરમીના દિવસોમાં મોટાભાગે લોકોને પેટની સમસ્યા રહે છે,ખરાબ ખાણી પીણીને લીધે શરીરમાં અપચો, એસીડીટી વગેરે રહે છે. એવામાં તાલફળી ખાવાથી પેટને આરામ મળે છે અને ઠંડુ રાખે છે જેને લીધે પેટની સમસ્યા સહેલાઈથી દૂર થાય છે.

 

4.બ્રેસ્ટ કેન્સરથી બચાવ: તાલફળીમાં એન્થોસાઇનિન નામનું ફાઈટોકેમિકલ હોય છે જે ટ્યુમર અને બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓને વધતું અટકાવે છે. બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલાઓને તાલફળી ખાવાની સલાહ આપવામાં આવે છે.

5. માનસિક રોગથી બચાવ: તાલફળીમાં અમુક એવા ઔષધીય ગુણ રહેલા છે કે માનસિક સમસ્યાઓને ઓછું કરવામાં મદદ કરે છે. તાડના પાનનો રસ દિવસમાં બે વાર પીવાથી શરીરને અઢળક ફાયદાઓ મળે છે, અને શરીરીને એકદમ ફ્રેશ રાખે છે.

 

6. જલોધરની સમસ્યામાં રાહત: જલોધરની સમસ્યા એટલે કે પેટમાં પાણી ભરાઈ રહેવું. તાડના પાનનો રસ કાઢીને પીવાથી યોગ્ય માત્રામાં યુરિન આવે છે જેને લીધે જલોધરની સમસ્યામાંથી રાહત મળે છે. આ સિવાય તે કિડનીના રોગો પણ દૂર કરે છે.

7. ફોલ્લીઓ અને ખંજવાળથી રાહત: ગરમીમાં મોટાભાગે શરીરમાંથી હિટ બહાર નીકળે છે, જેને લીધે મોટાભાગે શરીરમાં પરસેવાને લીધે ખંજવાળ આવવી કે ફોલ્લીઓ થવાની સમસ્યા રહે છે. એવામાં તમે તમારી ડાયેટમાં તાલફળીને શામિલ કરો. રોજ તાલફળી ખાવાથી શરીરમાં ઠંડક બની રહેશે અને ચામડીની સમસ્યામાંથી રાહત મળશે.

 

8.માસિક ધર્મમાં રાહત: મોટાભાગે મહિલાઓને માસિક ધર્મમાં પેટનો દુખાવો , ખંજવાળ, થાક, વગેરે જેવી સમસ્યા રહે છે. તાલફળીમાં મળી આવતું ફોસ્ફરસ અને કેલ્શિયમ આ સમસ્યામાંથી રાહત આપે છે.

9. હાર્ટ એટેકમાં બચાવ:આયુર્વેદના આધારે હૃદયના સ્વાથ્ય માટે તાલફળી ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.જે હાર્ટ એટેકથી બચાવે છે. હાર્ટના દર્દીઓને તાલફળી ખાવાની સલાહ આપવામાં આવે છે.

 

 

urupatel.fb

Not allowed