શ્વેતા તિવારીની દીકરી પલક, સલમાન ખાન સાથે પહેલીવાર આવશે નજર
ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને સુંદરતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન હાંસિલ કર્યું છે. હવે તેની પુત્રી પલક તિવારી તેના નક્શા કદમ પર ચાલતી જોવા મળી રહી છે. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા જ પલક લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી ચૂકી છે. થોડા સમય પહેલા જ રીલિઝ થયેલુ તેનુ ‘બિજલી-બિજલી’ ગીત ખૂબ જ વાયરલ થયુ હતુ અને ચાહકોએ પણ આ ગીતને ઘણો પ્રેમ આપ્યો હતો. આ ગીતમાં તેની સાથે સિંગર હાર્ડી જોવા મળ્યો હતો.
અભિનેત્રી પલક તિવારી 30 ડિસેમ્બરના રોજ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન પલક તિવારી પર્પલ કલરના શિમરી હોલ્ટર નેક હાઈ સ્લિટ વન પીસ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. ગોલ્ડન હાઈ હીલ્સ અને વેવી હેરસ્ટાઈલ સાથે પલક તિવારીનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પલક તિવારી ફિલ્મસિટીમાં ખૂબ જ હોતું લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ જે રીતે આઉટફિટ પહેર્યો હતો તે જોઈને લોકોની નજર હટી રહી ન હતી. પલક તિવારીના ચાહકોની યાદી લાંબી થતી જાય છે. તેની પાછળનું કારણ તેનું પરફેક્ટ ફિગર અને આકર્ષક પ્રદર્શન છે.
પલક તેની માતાની જેમ પોતાને ફિટ રાખવા માટે નિયમિત વર્કઆઉટ કરતી જોવા મળે છે. જ્યારે પલક ફિલ્મસિટીમાં દેખાઈ ત્યારે તેની સુંદરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પલક રાતના અંધારામાં ચમકદાર ડ્રેસમાં અદભૂત સુંદર લાગી રહી હતી. આમાં તેનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યું હતું. આ લુકને કમ્પ્લીટ કરવા માટે પલકે વાળ ખુલ્લા રાખ્યા હતા. હાથમાં બ્રેસલેટ પહેર્યુ હતુ. તેણે તેના ડ્રેસને હિલ્સ સાથે કેરી કર્યો હતો.
પલક તિવારીની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે વધી રહી છે. ચાહકો તેની આકર્ષક સ્ટાઈલના દીવાના થતા જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ફેન્સને પોતાના વિશે અપડેટ કરતી રહે છે. પલક તિવારીએ બિજલી બિજલી ગીત સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે. પલક તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે જેઓ તેને ખૂબ પ્રેમ કરે છે. ચાહકો પલક તિવારીના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જ્યારે પલક 12 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. શ્વેતા તિવારીએ 19 વર્ષની ઉંમરે રાજ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે તેણે પલકને જન્મ આપ્યો હતો. શ્વેતા તિવારી પર રાજા ચૌધરીએ હુમલો કર્યો હતો. જે બાદ તેણે છૂટાછેડા લીધા અને દીકરીને એકલા હાથે ઉછેરી.
તેની માતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીને, પલક બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે નીકળી ગઈ છે. પલકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે પંજાબી સિંગર હાર્ડી સંધુના મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’માં જોવા મળી હતી. આ ગીત રિલીઝ થતાની સાથે જ હિટ થઈ ગયું. હવે ટૂંક સમયમાં જ પલક ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’માં જોવા મળશે. આ ફિલ્મથી તે બોલિવૂડમાં તેની ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે.
View this post on Instagram