
જ્યારથી કાજોલની દીકરી ન્યાસા દેવગને પોતાનો લુક બદલ્યો છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે ઘણીવાર તેની મમ્મી કાજોલ સાથે જોવા મળે છે. તાજેતરમાં જ બંને મા-દીકરીની જોડી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે સાથે જોવા મળી હતી. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી અદ્ભુત લાગી રહી હતી, પરંતુ આ દરમિયાન ન્યાસાએ કંઈક એવું કર્યું જેનાથી તેની મમ્મી કાજોલનો મૂડ બગડી ગયો.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાજોલ દીકરી ન્યાસાને ફોટોશૂટ માટે રોકે છે, પરંતુ તે તેની માતાને કંઈક કહીને જતી રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ન્યાસાને આ વીડિયોને લઇને ટ્રોલ કરવામાં આવી રહી છે. કાજોલ અને ન્યાસા સાથે પોઝ આપી રહ્યાં હતાં. પોઝ આપ્યા પછી બંને આગળ વધે છે પણ ન્યાસાના સોલો ફોટોશૂટની માંગ થતા ઈશારો કરીને કાજોલે દીકરીને ફોટો પડાવવા કહે છે પરંતુ ન્યાસા ના પાડે છે અને આગળ વધે છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ન્યાસાએ કાજોલને બધાની સામે ના પાડી. આના કારણે માત્ર કાજોલને જ શરમનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત પસંદ ન આવતા તેઓએ ન્યાસાને ટ્રોલ કરી હતી. એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, આજની પેઢીને માતા-પિતા સાથે તસવીરો ક્લિક કરાવવામાં બિલકુલ રસ નથી. અન્ય એક યુઝરે લખ્યું, તે હંમેશા તેની માતાને શરમાવે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ દિવસોમાં બાળકો બધાની સામે પોતાના માતા-પિતાનું અપમાન કરે છે.
જો કે, આ વીડિયોમાં લોકોની નજર કાજોલના ખુલ્લા પર્સ પર પડી અને તેઓએ એક્ટ્રેસને પર્સ બંધ કરવાનું પણ કહ્યું. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટના બીજા દિવસે કાજોલ તેની દીકરી ન્યાસા સાથે આવી હતી. આ દરમિયાન કાજોલ સફેદ એમ્બ્રોઇડરી સૂટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જ્યારે દીકરી ન્યાસા સિલ્વર આઉટફિટમાં સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, કાજોલે કેટલાક સમય પહેલા જ પુત્રી ન્યાસાની લોકપ્રિયતા અને પરિવર્તન વિશે વાત કરી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કાજોલે કહ્યું કે, મને તેના પર ગર્વ છે. મને ગમે છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની જાતને ગૌરવ સાથે વહન કરે છે. હું એટલું જ કહી શકું છું કે તે 19 વર્ષની છે અને જીવનનો આનંદ માણી રહી છે. જે તેને કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તે જે પણ કરવા માંગે છે તેના માટે હું તેને હંમેશા સમર્થન આપીશ.
View this post on Instagram