20 ઓક્ટોબરની રાત્રે મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળીની પાર્ટી યોજાઇ હતી, જેમાં બોલિવૂડના લગભગ તમામ લોકોએ હાજરી આપી હતી. આ ભવ્ય પાર્ટીમાં હસીનાઓએ એકથી એક આઉટફિટ પહેર્યા હતા પરંતુ બધાનું ધ્યાન નોરા ફતેહી પર ગયું કારણ કે તે કોઇ દુલ્હનથી ઓછી નહોતી લાગતી, બસ પછી શું હતુ પેપરાજીઓએ નોરા ફતેહીના ઘણા ફોટો ક્લિક કર્યા અને પછી જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થવા લાગી.
નોરા ફતેહી પણ અન્ય સ્ટાર્સની જેમ ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દીવાળી પાર્ટી માટે તેણે ખૂબ જ સુંદર લહેંગો પસંદ કર્યો હતો, જેમાં તે ઘણી હોટ અને ગોર્જિયસ લાગી રહી હતી. નોરાએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો અને આ કલર એક્ટ્રેસને ખૂબ સારો પણ લાગી રહ્યો હતો. મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં નોરાને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર થઇ છે.
View this post on Instagram
નોરા ફતેહીના લુકની વાત કરીએ તો તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને વેવી લુક આપ્યો હતો. અભિનેત્રીએ ચોકર નેકલેસ પહેર્યો હતો. નોરાનો લુક એકદમ ક્લાસી લાગતો હતો. નોરા ફતેહી તેના ડાન્સિંગ મૂવ્સથી બધાને દિવાના બનાવી દે છે. દિવાળીની પાર્ટી માટે પહોંચેલી નોરાના બ્લાઉઝની વાત કરીએ તો તેમાં પાછળના ભાગમાં ડીપ કટ નેકલાઈન સાથે પટ્ટી ઉમેરવામાં આવી હતી જે આ બ્લાઉઝને ખાસ બનાવવા માટે કાફી હતી.
View this post on Instagram
નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગન અભિનીત ફિલ્મ ‘થેંક ગોડ’માં તેના નવા ગીત ‘માનિકે’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ સિવાય નોરા આ દિવસોમાં રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ને જજ કરી રહી છે. તેની સાથે માધુરી દીક્ષિત અને કરણ જોહર પણ શોને જજ કરતા જોવા મળે છે.અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.
View this post on Instagram
તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી મજલ કાપી છે. આ સિવાય આઈટમ નંબરની વાત કરવામાં આવે તો નોરા આજે મોટા નિર્માતા નિર્દેશકોની પહેલી પસંદ બની ગઈ છે. પરંતુ દરેક બહારની વ્યક્તિની જેમ નોરાને પણ બોલિવૂડમાં સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
View this post on Instagram