ગરીબોના મસીહા ખજુરભાઈના ઘરમાં કંકુ પગલાં પાડશે આ છોકરી, સગાઈની તસવીરો વાયરલ થતા જ લોકોએ કહ્યું, “આ તો બહુ કિસ્મતવાળી કહેવાય…”

ખજુરભાઈ બંધાયા સગાઈના બંધનમાં, સામે આવી સગાઈની નવી તસવીરો, શેરવાનીમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા નીતિન જાની, જુઓ

ખજુરભાઈ આજે ગુજરાતનું એક ખુબ જ જાણીતું નામ બની ગયા છે, ભલે તેમને શરૂઆત જિગલી ખજૂર નામના કોમેડી વીડિયો દ્વારા કરી હોય પરંતુ તૌકતે વાવોઝાડાં બાદ તેમના સેવાકીય કાર્યોનો પ્રવાહ શરૂ થયો તે આજે પણ અવિરત ચાલુ છે. આજે પણ ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની કેટલાય લોકો માટે ભગવાન બની ગયા છે. ત્યારે ખજુરભાઈ સાથે જોડાયેલી ખબરો પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ નીતિન જાની સગાઈના બધંનમાં બંધાયા અને સગાઈની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ.

ખજુરભાઈએ 8 નવેમ્બરના રોજ સગાઈ કરી હતી. પરંતુ તેમને સગાઈની જાણકારી 5 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી અને તેના બાદ તો ચાહકોએ કોમેન્ટમાં તેમને ઢગલાબંધ શુભકામનાઓ આપી હતી.  ખજુરભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી છે. તેમના સગાઈના પ્રસંગમાં તેમના ભાઈ તરુણ જાની ઉપરાંત તેમના ટીમના સદસ્યો અને પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને તેમના પણ ખજુભાઈ અને મીનાક્ષી સાથે તસવીરો ખેંચાવી હતી.

ખજુરભાઇએ આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને ટેગ કરી હતી. જો કે, બીજા દિવસે નીતિન જાનીની મીનાક્ષી દવે સાથે એક જ તસવીર સામે આવી હતી. પરંતુ પછી તેમની સગાઇની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે બંનેની સાથે સાથે બીજા પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. બે તસવીરો નીતિન જાનીના સાળા એટલે કે મીનાક્ષી દવેના ભાઇએ શેર કરી છે.

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં મીનાક્ષી દવે અને ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની બંને સગાઇના આઉટફિટમાં સુંદર લાગી રહ્યા છે. સગાઇની તસવીરોમાં નીતિન જાની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે, જ્યારે તેમની મંગેતર મીનાક્ષી લહેંગા ચોલીમાં સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે.

ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું નામ બનાવી ચુક્યા છે. તેમને અત્યાર સુધી 200 કરતા પણ વધારે ઘર બનાવ્યા છે. તેમણે કેટલાય લોકોને નવું જીવન આપ્યું છે, ઘણા લોકોને રોજગારી આપી છે તો ઘણા લોકોને તેમણે પાક્કા ઘર પણ બનાવી આપ્યા છે. તો થોડા સમય પહેલા જ તેમણે બે અનાથ બાળકો માટે જે કર્યું હતું તે જોઈને પણ સૌ કોઈ તેમને વંદન કરી રહ્યું હતું. આ વીડિયોને પીએમ મોદીએ પણ જોયો હતો અને પછી બંને બાળકો સાથે પીએમ મોદીએ પણ મુલાકાત કરી હતી.

Team Akhand Ayurved

Not allowed