ક્યારેય ભૂલથી પણ ના લગાવો આ 5 છોડને ઘરની દક્ષિણ દિશામાં, બગડી શકે છે તમારા ઘરની આર્થિક હાલત

વાસ્તુ શાસ્ત્રના સ્થાનની સાથે સાથે તમારા ઘરની અંદર રાખેલી બધી વસ્તુઓને સાચી દિશા બતાવવામાં વિશેષ રૂપથી લાભદાયક હોય છે. તે ના ખાલી તમારા ઘરના ફર્નિચર અને દરવાજાની દિશાઓને સાચી દિશામાં રાખવાનું કહેતા હોય છે સાથે જ ઘરમાં રાખેલા છોડ માટે પણ સાચી દિશા બતાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં વાસ્તુ અનુસાર રાખેલી કોઈ પણ વસ્તુ સકારાત્મકતા લાવતી હોય છે. તેમજ કોઈ પણ એવી વસ્તુ જે ખોટી દિશામાં રાખેલી હોય તે તમારા ઘરે ખુશી છીનવીને તમને કંગાળ પણ કરી શકે છે.

એવી જ વસ્તુઓમાંથી એક છે ઘરમાં સાચા કે ખોટા સ્થાન પર રાખેલા છોડ. જયારે ઘરમાં છોડ સાચા સ્થાન પર રાખેલા હોય છે ત્યારે ઘર માટે સકારાત્મક ઉર્જાનો દ્વારા ખોલવામાં મદદ કરે છે. તેમજ કેટલાક છોડને ખોટી દિશામાં રાખવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જઈ પણ શકે છે. મુખ્ય રૂપથી ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ કેટલાક છોડ ના રાખવા જોઈએ નહિ તો તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ પણ થઇ શકે છે.

1.તુલસી: તુલસીનો છોડ ઘરે રાખવો ખુબ શુભ માનવામાં આવે છે. તેને ઘરે લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. વસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસીને ક્યારેય દક્ષિણ દિશામાં નહિ લગાવવો જોઈએ. કેમકે તે દિશામાં તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. તેને હંમેશા પૂર્વ, ઉત્તર કે પૂર્વ-ઉત્તરમાં લગાવવો જોઈએ.

2.શમી: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શમીનો છોડ દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહિ. તે દિશામાં શમીનો છોડ લગાવવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ છોડને પૂર્વ કે ઈશાન કોણમાં લગાવવો જોઈએ. આ દિશામાં લગાવેલ શમીનો છોડ વાસ્તુ દોષ દૂર કરે છે.

3.રોઝમેરી: વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો રોઝમેરીનો છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. તેના સિવાય આ છોડ શારીરિઅને માનસિક તણાવને પણ દૂર કરવામાં પણ સહાયક છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ છોડને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહિ.

4.મની પ્લાન્ટ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘર અને ઓફિસની બહાર લગાવવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ નહિ. મની પ્લાન્ટને આગ્નેય કોણમાં લગાવવું શુભ માનવામાં આવે છે.

5.કેળાનો છોડ: માન્યતા છે કે કેળાના છોડ ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેને ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ નહિ. તેને ઈશાન કોણમાં લગાવવું સૌથી વધારે ઉપયુક્ત છે.

team ayurved

Not allowed