
બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેની ફિલ્મો કરતાં વધારે બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. નેહા શર્માએ સાઉથ સિવાય બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. નેહા ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. અભિનેત્રી ભલે ફિલ્મી પડદે ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
ત્યારે આ વખતે પણ તે તેના નવા લુકને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી. તાજેતરમાં નેહાએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, આ દરમિયાન તેણે ખૂબ જ બોલ્ડ અવતાર કેરી કર્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન તેણે યલો હેવી લહેંગા પહેર્યો હતો, જે ખૂબ જ સુંદર હતો. પરંતુ ચાહકોની નજર અભિનેત્રીના બ્લાઉઝ પર ટકી ગઇ. એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેહા શર્માના આ લુકની ઘણી તસવીરો પણ સામે આવી છે.
View this post on Instagram
જો કે, વીડિયો અને તસવીરો જોઈને કેટલાક લોકોએ એક્ટ્રેસના જોરદાર વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેની સરખામણી પૂનમ પાંડે અને ઉર્ફી જાવેદ સાથે કરી દીધી. એક યુઝરે લખ્યું, ‘અશ્લીલતાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.’ બીજાએ લખ્યું, ‘મને લાગે છે કે હવે બધા જાણે છે કે જો તમારે લાઇમલાઇટમાં આવવું હોય તો બસ એક કામ કરો, ઓછા કપડાં પહેરો અને વધુ બતાવો.’ એક બીજાએ લખ્યું, ‘ઉર્ફી જાવેદથી પ્રેરિત લાગે છે.’
View this post on Instagram
જણાવી દઇએ કે, નેહા શર્માનું ફિલ્મી કરિયર કંઇ ખાસ રહ્યું નથી. અભિનેત્રીએ વર્ષ 2007માં એક તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.આ પછી તેણે વર્ષ 2010માં ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે જયંતભાઈ કી લવ સ્ટોરી, યમલા પગલા દીવાના 2, યંગિસ્તાન, મુબારકાં, તાનાજી જેવી ફિલ્મોમાં જોવા મળી. હવે તે જોગીરા સા રા રા ફિલ્મમાં જોવા મળશે.
View this post on Instagram