નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી તેના હુસ્નનો જલવો વિખેરી ચુકી નેહા શર્મા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની એકથી એક જોરદાર તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. અભિનેત્રી નેહા શર્મા તેની ફિલ્મો કરતા વધારે તેના સિઝલિંગ તસવીરોને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનારી અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.જણાવી દઈએ કે આ એ જ નેહા શર્મા છે, જે 2007માં રામ ચરણ સાથે ફિલ્મ ‘ચિરુથા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને રામ-નેહાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી હતી.
આ પછી રામ ચરણ અને નેહા વિશે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે અને તેઓ હનીમૂન પર પણ ગયા છે. બાદમાં અભિનેતાએ પણ આ બાબતે ખુલીને વાત કરી હતી અને તેને અફવા ગણાવી હતી.નેહા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વાર ફિલ્મ ‘જોગીરા સારા રા રા રા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હતા. નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્માની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહી હતી. આ બંને સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં લીડ રોલમાં જોવા મળ્યા હતા.
નેહા પોતાની ફિટનેસનું પુરતું ધ્યાન રાખે છે અને અવાર-નવાર વર્કઆઉટ કરતી તસવીરો પણ શેર કરે છે. નેહા ઘણીવાર પોતાના જિમ આઉટફિટમાં જીમની બહાર પણ સ્પોટ થાય છે. એવામાં ગત દિવસોમાં નેહા બહેન આયશા શર્મા સાથે જિમની બહાર સ્પોટ કરવામાં આવી હતી અને મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ ગઈ હતી.
આ સમયે નેહાએ બ્લેક બ્રાલેટ અને બ્લેક જેગિંગ્સ પહેરી રાખી હતી, બ્રાલેટ ઉપર નેહાએ બ્લેક શોર્ટ શ્રગ પણ પહેર્યું હતું જે તેની હોટનેસમાં વધારો કરી રહ્યું હતું.નો-મેકઅપ લુકમાં નેહાએ પોતાના વાળમાં પોનીટેલ બનાવી રાખી હતી જયારે બહેન આયેશાએ લાઈટ પિન્ક ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ પહેરીને જોવા મળી હતી.
બંને બહેનોનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો છે. આ આઉટફીમાં બંને બહેનોનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું, મીડિયાને જોતાં જ તેમણે અવનવા પોઝ પણ આપ્યા હતા.બંને બહેનો વચ્ચે સારી એવી બોન્ડીગ છે જે તસ્વીરોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,જો કે લોકોનું માનવું છે કે નેહા કરતા તેની બહેન આયેશા વધારે સુંદર અને હોટ લાગઈ રહી છે એવામાં નેહા પર આઈશાની હોટનેસ ભારે પડી ગઈ છે.
આ પહેલા નેહા શર્મા તેની બહુચર્ચિત ઈલીગલની સીઝન 2ને લઈને ચર્ચામાં હતી. તેમની વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Voot Select પર રિલીઝ કરવામાં આવી હતી. આ સીરીઝમાં પીયૂષ મિશ્રા, નેહા શર્મા, તનુજ વિરવાની અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. આની પહેલી સીઝન 2020માં આવી હતી. 10 એપિસોડની સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સિઝનનું નિર્દેશન સાહિર રઝાએ કર્યું હતું.