આયશા શર્મા બાદ હવે નેહા શર્માએ પણ બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી ચાહકોનો છોડાવી દીધો પરસેવો

સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનારી અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હવે તેણે પોતાની નવી તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં અભિનેત્રી સફેદ બિકીમાં જોવા મળી રહી છે.  નેહા શર્મા આ દિવસોમાં ગોવામાં વેકેશન માણી રહી છે. શિયાળાની ઠંડીમાં અભિનેત્રીએ ગોવામાં દરિયા કિનારે બિકીમાં બોલ્ડ પોઝ આપ્યા છે અને તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફેન્સ તેના કોમેન્ટમાં વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે આ એ જ નેહા શર્મા છે, જે 2007માં રામ ચરણ સાથે ફિલ્મ ‘ચિરુથા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને રામ-નેહાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી હતી.આ પછી રામ ચરણ અને નેહા વિશે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે અને તેઓ હનીમૂન પર પણ ગયા છે. બાદમાં અભિનેતાએ પણ આ બાબતે ખુલીને વાત કરી હતી અને તેને અફવા ગણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Łõvęż DĪárÿ (@lovez.diary)

નેહા અને તેના પોતાના લિંકઅપના સમાચાર અંગે રામે કહ્યું હતું કે ‘હું પરિણીત પુરુષ છું. આવી અફવાઓ મારા લગ્નમાં અડચણ ઉભી કરી શકે છે. એક પતિ તરીકે મારી જવાબદારી બને છે કે આવી સ્થિતિ ન લાવવી.’ અફવાઓ પર પપ્પા ચિરંજીવીની પ્રતિક્રિયા અંગે રામ ચરણે વધુમાં કહ્યું હતું કે ‘નેહા અને મારા લગ્ન-હનીમૂનની અફવા વિશે પિતાએ કહ્યું હતું કે આવા ખોટા સમાચારો પર ધ્યાન ન આપો.

નેહા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જોગીરા સારા રા રા રા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્માની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બંને સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં લીડ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Actress Club (@actress.world1)

આ પહેલા નેહા શર્મા તેની બહુચર્ચિત ઈલીગલની સીઝન 2ને લઈને ચર્ચામાં હતી. તેમની વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Voot Select પર રિલીઝ કરવામાં આવી હતી. આ સીરીઝમાં પીયૂષ મિશ્રા, નેહા શર્મા, તનુજ વિરવાની અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. આની પહેલી સીઝન 2020માં આવી હતી. 10 એપિસોડની સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સિઝનનું નિર્દેશન સાહિર રઝાએ કર્યું હતું.

ayurved

Not allowed