
બોલિવૂડની ક્યૂટ સિંગર નેહા કક્કર તેના ગીતો અને તેની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના પતિ અને સિંગર રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. કેટલાક સમય પહેલા જ આ ક્યૂટ કપલ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યું હતું, જ્યાં રોહન અને નેહા બંને બ્લેક આઉટફિટ્સમાં સ્ટાઇલિશ લાગતા હતા.
જો કે, ફેન્સે નેહાનો આ લુક જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તે દરમિયાનનો વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. વીડિયોમાં નેહા અને રોહનપ્રીત એકબીજાનો હાથ પકડીને પોઝ આપતાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે.
લુક વિશે વાત કરીએ તો, રોહનપ્રીતે બ્લેક શર્ટ અને પેન્ટ સાથે પાઘડી તો નેહાએ બ્લેક ક્રોપ ટોપ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ પલાઝો પહેર્યો હતો. નેહાએ આ લુક સાથે પોતાના વાળ કર્લી રાખ્યા હતા. વીડિયો જોઈને ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર નેહાના લુક પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘દિલજીત સાથે કંગના’ ત્યાં બીજા એકે લખ્યું, ‘મેગી હેર’.
ઘણા ચાહકો નેહાના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. એકે લખ્યું, ‘ક્યુટ અને પરફેક્ટ કપલ’. જ્યારે અન્ય એકે લખ્યું, ‘મારી ફેવરિટ’. જણાવી દઇએ કે, નેહાના અવાજના લાખો લોકો દિવાના છે. નેહાના ગીતો લગભગ દરેક પાર્ટીમાં સાંભળવા મળે છે. જો કે, નેહા કક્કર આજે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કર્યો છે. નાની ઉંમરે જગરાતામાં ભજન ગાનારી નેહા આજે પોપ્યુલર સિંગરોમાંની એક છે.
સિંગિંગ સિવાય નેહા કક્કરે ઘણી ઈવેન્ટ્સમાં પણ પરફોર્મ કર્યું છે. એટલું જ નહીં નેહા રિયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે. નેહાએ 15 વર્ષની કારકિર્દી દરમિયાન ઘણા ચાર્ટ-બર્સ્ટિંગ હિટ આપ્યા છે. નેહાને વર્ષ 2020માં મિર્ચી સોશિયલ મીડિયા ‘આઈકન ઓફ ધ યર’ તરીકે નામિત કરાઇ હતી. તેના ગીત “દિલબર”ને વર્ષ 2018માં બ્રિટ એશિયા ટીવી મ્યુઝિક એવોર્ડ્સ દ્વારા ‘બોલીવુડ ટ્રેક ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
View this post on Instagram