રાજ્યમાંથી ઘણીવાર યુવતિઓ, મહિલાઓ કે સગીરાઓ સાથે છેડતી અને દુષ્ર્મના કિસ્સા બને છે, આવા કિસ્સાઓમાં ઘણીવાર હત્યાનો પણ મામલો સામે આવતો હોય છે. કેટલીકવાર પતિથી અને પરિવારથી અલગ રહેતી મહિલા સાથે પણ દુષ્ર્મની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી, જેમાં એક પતિએ તેનાથી જ અલગ રહી રહેલી પત્નીને અનેકવાર હવસનો શિકાર બનાવી. એટલું જ નહિ મહિલાનો જેઠ પણ અવાર નવાર તેની છેરતી કરતો.
ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, નારોલમાં રહેતી એક મહિલા બીજા લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં અલગ રહેતી હતી. પરંતુ જો તે પતિની દુકાને સમાધાનની વાત કરવા જાય તો પતિ તેની એકલતાનો લાભ લઇ તેની સાથે ઇચ્છા વિરુદ્ધ ઘપાઘપ કરતો અને આ ઉપરાંત તે સષ્ટિ વિરનું કૃત્ય પણ આચરતો. પતિનો ભાઇ એટલે કે મહિલાનો જેઠ પણ સમાધાનના બહાને વારંવાર આવી તેની સાથે અડપલા કરતો.
પહેલા લગ્નમાં છૂટાછેડા બાદ વર્ષ 2017માં મહિલાએ બીજા લગ્ન કર્યા અને સંયુક્ત પરિવારમાં રહેતી મહિલા બાદમાં પતિને નારોલ નજીક દુકાન હોવાને કારણે ત્યાં ભાડે રહેવા માટે આવી હતી. આ દરમિયાન પતિ ઘરનું ભાડું અને દીકરાની સ્કૂલ ફી ન આપતો હોવાથી વારંવાર બંને વચ્ચે બોલાચાલી થતી અને ઝઘડો પણ થતો.
જો કે, જ્યારે જેઠને બોલાવે તો તે પતિની ગેરહાજરીમાં ઘરે આવી મહિલાને ગંદી નજરે જોતો અને અડપલા પણ કરતો. મહિલા તેના પતિથી અલગ રહી રહી હતી અને મહિલાએ પતિની વિરુદ્ધમાં ભરણપોષણ માટે અરજી પણ કરી હતી અને કોર્ટે દર મહિને 7000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. ત્યારે પતિ અને સાસરીયાએ બોલાચાલી અને ઝઘડો કરી છૂટાછેડા આપવા માટે કહેતા નારોલ પોલીસ સ્ટેશન પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.
મહિલા પતિથી અલગ રહેવા લાગી અને કોરોનાની મહામારીને કારણે કોર્ટ બંધ થઇ ગઇ જેને લઇને તેને ભરણપોષણમાં તકલીફ પડતા તેણે પતિ સાથે સમાધાનની વાત કરી. જો કે, પતિ પૈસા આપવાના બહાને ઘરે આવતો અને મહિલા દુકાને જતી. ત્યારે મહિલાની એકલતાનો લાભ લઈ તે ઈચ્છા વિરુદ્ધ ઘપાઘપ માણતો. આ ઉપરાંત મહિલાએ જ્યારે દીકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગ્યા તો તેણે કહ્યું- તને પૈસા આપુ પણ મારી સાથે સંબંધ બાંધવો પડશે.
આ ઉપરાંત મહિલાના પતિએ સૃષ્ટ વિરુ કત્ય કર્યું હતું અને 20,000 રૂપિયા આપ્યા અને કહ્યુ કે બાકીના પૈસાની વ્યવસ્થા તું કરી લેજે. મહિલાનો જેઠ પણ અવારનવાર સમાધાનના બહાને આવતો અને અડપલા કરતો. ત્યારે આ બાબતે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.