નાના પાટેકર આજે પણ છે કરોડોની સંપત્તિના માલિક તો પણ જીવે છે એટલું સાદગી ભરેલુ જીવન, ફોટા જોઈને ગર્વ થશે જુઓ

ફિલ્મોમાં પોતાની અલગ જ એક્ટિંગ માટે મશહૂર નાના પાટેકરનું નામ દેશના સૌથી પ્રતિભાવાન અભિનેતામાં સામેલ છે. તે છેલ્લા ચારેક દાયકાથી કામ કરી રહ્યા છે. બોલિવુડ સાથે સાથે મરાછી સિનેમામાં પણ પોતાનો જલવો બતાવી ચૂક્યા છે. નાના પાટેકર જેટલા તેમના અભિનય માટે જાણિતા છે, તેટલા જ તેમની સિંપલ લાઇફ સ્ટાઇલ માટે પણ જાણિતા છે. કરોડોની સંપત્તિ હોવા છત્તાં પણ નાના પાટેકર ખૂબ જ સાધારણ રીતે જીવન જીવે છે. 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં જન્મેલા નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ ગમનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

નાના લગભગ 4 દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને આ દરમિયાન તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર નાના પાટેકર 10 મિલિયન ડોલર (લગભગ 73 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટીના માલિક છે. જેમાં તેમની માલિકીનું ફાર્મહાઉસ, કાર અને અન્ય પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. આટલું બધું હોવા છતાં નાના પાટેકર ખૂબ જ સાદગીથી રહે છે. નાના પાટેકરનું કહેવું છે કે તેમણે ફિલ્મમાં પેશનથી એન્ટ્રી નથી કરી પરંતુ જરૂરિયાતે તેમને એક્ટર બનાવ્યા છે.

આ જ કારણ છે કે આજે પણ તેઓ ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. નાના પાટેકર એપ્લાઇડ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. નાના પાટેકરનું પુણે નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું આલીશાન ફાર્મહાઉસ છે. જ્યારે પણ નાનાને શહેરની ધમાલથી દૂર આરામ કરવો હોય ત્યારે તે અહીં જાય છે. ડિરેક્ટર સંગીત સિવનની 2008માં આવેલી ફિલ્મ ‘એકઃ ધ પાવર ઓફ વન’નું શૂટિંગ પણ નાનાના આ ફાર્મહાઉસમાં થયું હતું.

નાના તેમના ફાર્મહાઉસની આસપાસ ડાંગર, ઘઉં અને ચણાની ખેતી પણ કરે છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં 7 રૂમ ઉપરાંત એક મોટો હોલ પણ છે. નાનાની રુચિને ધ્યાનમાં રાખીને, તેમાં સાદું લાકડાનું ફર્નિચર અને ટેરાકોટા માળ છે. નાનાના આ ફાર્મહાઉસની કિંમત લગભગ 12 કરોડ છે. નાનાએ ઘરના દરેક રૂમને તેમની મૂળભૂત શૈલી અને જરૂરિયાતો અનુસાર સજાવ્યો છે. આ ઉપરાંત ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ પણ લગાવવામાં આવ્યા છે.

ફાર્મહાઉસમાં મોટી સંખ્યામાં દુધાળી ગાયો અને ભેંસોનો પણ ઉછેર કરવામાં આવે છે. નાના પાટેકરનો મુંબઈના અંધેરીમાં ફ્લેટ પણ છે. તે 750 ચોરસ ફૂટના 1 BHK ફ્લેટમાં રહે છે. તેમણે આ ફ્લેટ 90ના દાયકામાં માત્ર 1.10 લાખમાં ખરીદ્યો હતો. જો કે આજે આ ફ્લેટની કિંમત 7 કરોડની આસપાસ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાના પાટેકર પાસે 81 લાખ રૂપિયાની Audi Q7 કાર, 10 લાખની કિંમતની મહિન્દ્રા સ્કોર્પિયો અને 1.5 લાખની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 પણ છે.

નાના એક મહાન સ્કેચ આર્ટિસ્ટ છે અને તેમણે પોતાની કળા દ્વારા મુંબઈ પોલીસને મોટા કેસોમાં મદદ કરી છે. નાના પાટેકર ફિલ્મોમાં આવતા પહેલા રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગ પેઇન્ટ કરતા હતા. એક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે તેમના પિતા હંમેશા એ કહેતા દુખી રહેતા કે બાળકોના દિવસ ખાવાના આવ્યા ત્યારે તેમની પાસે કંઇ નથી. તે હંમેશા આ દુખમાં રહ્યા અને અંદરથી એટલા તૂટ્યા કે તેમને હાર્ટ એટેક આવી ગયો, તે સમયે નાના 28 વર્ષના જ હતા. એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે તેમને બાળપણમાં મિઠાઇ ઘણી પસંદ હતી,

પણ ત્યારે તેમને મિઠાઇ નસીબ નહોતી એટલે તેમણે મિઠાઇ ખાવાની છોડી દીધી અને આજે પણ તેઓ નથી ખાતા. નાનાએ કહ્યુ હતુ કે મિઠાઇ એ તેમના માટે સોનું છે અને તેને તેઓ નહિ ખાય. બોલિવુજમાં 1978માં ફિલ્મ ગમનથી તેમણે ડેબ્યુ કર્યુ, પણ પેહલીવાર તેમના કામને મોટી ઓળખ 10 વર્ષ બાદ મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બે (1988)થી મળી, તે બાદ તેમણે વિધુ વિનોદ ચોપરાની પરિંદા (1989)માં ગેંગસ્ટરમાં અન્નાનો રોલ નિભાવ્યો.

આ ફિલ્મ માટે નાનાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. કદાચ નાનાની આ જ નેગેટિવ પરફોર્મન્સને કારણે સુભાષ ઘઇએ તેમને ખલનાયક માટે કાસ્ટ કર્યા. ઘઇએ પોતે જ જણાવ્યુ હતુ કે સંજય દત્ત પહેલા ખલનાયકના રોલ માટે તેમણે નાનાને લેવાનું વિચાર્યુ હતુ.

ayurved

Not allowed