બબીતા ભાભીએ પાર્ટીમાં એવો બોલ્ડ અને ટાઈટ ટોપ પહેર્યું કે જોઈને આંખો ચાર થઇ જશે, જુઓ ફટાફટ

ટીવીનો લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તારક મહેતા શો જેટલો પોપ્યુલર છે તેટલા જ તેના સ્ટાર્સ પણ લોકપ્રિય છે. શોના મેઇન કલાકાર દીલિપ જોશી અને દિશા વાકાણીને જેટલા પસંદ કરવામાં આવે છે, તેટલા જ અન્ય પાત્રોને પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર્શકો જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પણ પસંદ કરે છે.

જણાવી દઇએ કે, તારક મહેતામાં બબીતાજીનું પાત્ર અભિનેત્રી મુનમુન દત્તા નિભાવી રહી છે. મુનમુન દત્તાને આજે કોઇ ઓળકની જરૂર નથી. તે ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે ફેમસ થઇ ગઇ છે. મુનમુન દત્તા છેલ્લા 15 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે અને આટલા લાંબા સમયથી શો સાથે જોડાવા ઉપરાંત તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

ત્યારે હાલમાં જ ટીવીની સીતા એટલે કે અભિનેત્રી દેબીના બેનર્જીએ તેનો 40મો જન્મદિવસ પતિ ગુરમીત ચૌધરી સાથે સેલિબ્રેટ કર્યો અને આ દરમિયાન અંકિતા લોખંડે, તેનો પતિ વિકી જૈન અને બીજા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગેસ્ટની લિસ્ટમાં મુનમુન દત્તાનું નામ પણ સામેલ છે. દેબિનાની જન્મદિવસની પાર્ટીમાં તે સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે વન શોલ્ડર ટોપ સાથે જીન્સ કેરી કર્યુ હતુ અને વાળને પોની ટેલમાં કેરી કર્યા હતા.

આ લુકમાં મુનમુન દત્તા એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી હતી. જણાવી દઇએ કે, મુનમુનના ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અને ચાહકો સાથે વાતચીત પણ કરે છે. તમને જણાવી દઈએ કે મુનમુનનું નામ એક સમયે શોના કો-સ્ટાર રાજ અનડકટ સાથે જોડાયું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે તે બંને ડેટિંગ કરી રહ્યા છે, પરંતુ મુનમુને આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને ભારે ટ્રોલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Not allowed