શૂટિંગ દરમિયાન મને રૂમમાં બોલાવી, મારા હોઠની પ્રશંસા કરી, મિસિસ સોઢીએ અસિત મોદી વિશે કર્યો સૌથી મોટો ધડાકો

(Taarak Mehta Ka Ooltah Chashmah ) ફેન્સ માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. આ લોકપ્રિય શોમાં અભિનેત્રી રોશન સિંહ સોઢી (Roshan Sodhi)ની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જેનિફરે જણાવ્યું છે કે ‘મારા 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે અને હું ખૂબ જ ખુશ છું. આ લોકો ખૂબ જ પાવરફુલ લોકો છે. તેઓ તમને ડરાવી રાખે છે. તેમની સામે મોઢું કેવી રીતે ખોલવું તે વિચારીને હું ડરી જતી.પરંતુ હવે ડર ખતમ થઈ ગયો છે.

આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. મીડિયા E-Times મુજબ , જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું.

વધુમાં તેણીએ કહ્યું છે કહ્યું- ‘મારો lastએપિસોડ 6 માર્ચે આવેલો હતો ત્યારે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર મારું અપમાન અને નીચું બતાવવામાં આવ્યું હતું. હોળી ફેસ્ટિવલના દિવસે મતલબ કે 7મી માર્ચે મારી વર્ષગાંઠ હતી. મેં ચાર વખત મને કામ પરથી દૂર કરવા કહ્યું હતું. તેઓ મને જવા દેતા ન હતા.

સોહેલે પણ મારી કાર બળપૂર્વક રોકી હતી. મેં તેને કહ્યું કે મેં આ શોમાં 15 વર્ષથી કામ કરી રહી છું તો પણ મને આ ખરાબ રીતે દબાણ ન કરી શકો. સોહેલે મને ધમકી આપી હતી. વર્ષ ૨૦૧૯માં શૂટિંગ માટે સિંગાપોર ગયાં ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યો છે. ઘણી વાર તે હોટલના રૂમમાં આવવા ઇન્વાઇટ કરતો પછી જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ કહેતા હતા કે તે મજાક કરી રહ્યો છે.

લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું જવાબ ન આપતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા, મેં કેટલીવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી તેમણે એટલી વધારે મને હેરાન કરી છે.

તેણે વધુમાં કહ્યું, ‘મારી મેરેજ એનિવર્સરીના બીજા જ દિવસે તેઓ મને ફોન કરીને કહે છે કે હવે વર્ષગાંઠ પૂરી થઈ ગઈ છે, રૂમમાં આવો. મને આ સાંભળીને બહુ જ ખોટું લાગી આવ્યું પછી ખૂબ રડતી હતી. એક દિવસ મને કોઈ અંગત સમસ્યા હતી, અસિતે ફોન કરીને મને કહ્યું, ‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’ તેમણે જે રીતે કહ્યું એ કહેવાની રીત ખૂબ જ ગંદી હતી.

આવી ઘણી ઘટનાઓ બની હતી, હું શરૂઆતમાં સમજી શકી ન હતી, પરંતુ પછી જેમ-જેમ હું સમજતી ગઈ એમ-એમ મારી તકલીફો વધી અને અંતે અસિતે મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું અને પ્રોફેશનલ મેસેજ હતા, તેને અવગણવાનું શરૂ કર્યું, .મારી રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. મારો પગાર સૌથી ઓછો હતો અને હું સેટ પર મારી પાસે શોટ હોય કે ન હોય, સૌથી વધુ બેસી રહેતી હતી. મારી પર્સનલ અને પ્રોફેશનલ હેરેસમેન્ટ કરવાનું શરૂ કર્યું.

akhand

Not allowed