અમદાવાદના સિંધુ ભવનની જેમ અહીંયા પણ નબીરાઓ ચાલુ ગાડીએ ફટાકડા ફોડવા લાગ્યા, રોડ ઉપર સર્જાયો ભયનો માહોલ, જુઓ વીડિયો

હરિયાણાના ગુરુગ્રામમાં ચાલતી કાર પર કેટલાક યુવકોએ ફટાકડા ફોડ્યા હતા. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોની નોંધ લેતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ કારના નંબરના આધારે આરોપીની ઓળખ કરી હતી.

માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો ગુરુગ્રામના સાયબર હબ વિસ્તારનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલતી કારના પાછળના ભાગમાં ફટાકડા ફોડી રહ્યા છે. કારની પાછળ ચાલી રહેલા કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો કાર ચાલકની આ હરકતની આકરી ટીકા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા કૃત્યથી મોટી દુર્ઘટના થઈ શકે છે. લોકોએ કહ્યું કે પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ. આરોપીઓની ઓળખ કરીને તેમની સામે પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.

આ વાયરલ વીડિયોની નોંધ લેતા પોલીસે ગુરુવારે DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ આ મામલે ત્રણ મિત્રોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની ઓળખ 26 વર્ષીય નકુલ , 27 વર્ષીય જતિન અને 22 વર્ષીય કૃષ્ણા તરીકે થઈ છે. પોલીસે BMW કાર અને વર્ના કાર પણ કબજે કરી છે.

Team Akhand Ayurved

Not allowed