મૌની રોય ગાડીમાં બેસતા સમયે થઇ Oops મોમેન્ટનો શિકાર, અસ્ત વ્યસ્ત કપડામાં રસ્તા પર ભાગી

મૌની રોયનો Oops મોમેંટ થયો કેમેરામાં કેદ, એવો ડ્રેસ પહેર્યો કે ઘુરી ઘુરીને જોશો એ પાક્કું

મૌની રોય ટીવી અને બોલિવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જે તેના ગ્લેમરસ અંદાજને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમના ગ્લેમરસ લુક માટે સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. ઘરથી નીકળતા જ સ્ટાર્સના લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. એવામાં સ્ટાર્સ પણ એ વાતનુ ધ્યાન રાખે છે કે તે ચાહકોને એકથી એક નવા લુક બતાવે. ખૂબસુરતી અને અભિનયના દમ પર ટીવીથી બોલિવુડથી પોતાની ઓળખ બનાવનાર પોપ્યુલર અભિનેત્રી મૌની રોય ડાંસ અને અભિનય સાથે સાથે ફેશન મામલે પણ છવાયેલી રહે છે. મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મૌની રોય ડિઝાઇનર ડ્રેસ પહેરી કેમેરાથી બચીને ભાગતી જોવા મળી રહી છે. જો કે, જેવી જ તે ગાડીમાં બેસે છે કે તે Oops મોમેન્ટનો શિકાર થઇ જાય છે જે કેમેરામાં રેકોર્ડ થઇ જાય છે.

આ વીડિયોમાં મૌની પેપરાજીને પોઝ આપતી પણ જોવા મળી રહી છે. પરંતુ વીડિયોમાં એ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે તે આ આઉટફિટમાં કંફ્રર્ટેબલ નથી. અભિનેત્રીના આ વીડિયોને લઇને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.  આ પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, એકબાજુ વાળથી છૂપાવી લીધુ અને એકબાજુ હાથથી. એવા કપડા પહેરે જ કેમ છે જેમાં સહજ મહેસૂસ નહિ કરતા. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, એવા કપડા કેમ પહેરે છે જેને છૂપાવવા પડે. ત્યારે બીજા એક યુઝરે લખ્યુ કે, જયારે વારંવાર પોતાને ઢાંકવુ પડે એવા કપડા પહેરવા જ કેમ ? શુ આ છે આપણી સંસ્કૃતિ ?.

ટીવીની નાગિન તરીકે પોપ્યુલર થયેલી અને બોલિવુડમાં પણ તેના જલવા દેખાડી ચૂકેલી મૌની રોય એ હસીનાઓમાંની એક છે જે ખૂબસુરત અને બોલ્ડ હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી છે અને તેનું જ કારણ છે કે તેની કોઇ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં વાર નથી લાગતી. મૌની રોયે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “ગોલ્ડ”માં મૌની રોયે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ સારી ચાલી હતી અને મૌનીના પાત્રને પણ ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. મૌની રોય “નાગિન” ધારાવાહિકથી અભિનય અને ખૂબસુરતીને લઇને ચર્ચામાં આવી હતી. હવે તો તે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ ફિલ્મોથી વધારે તો તેની સ્ટાઇલની પ્રશંસા વધારે થતી હોય છે. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેનાા બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Not allowed