ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાવતા મચ્છરના ત્રાસથી શું તમે પણ પરેશાન છો ? તો ઘરમાં લાગવી દો આ 5 છોડ, મચ્છર રહેશે કાયમ માટે દૂર

શિયાળામાં મચ્છરના ત્રાસથી પરેશાન થઈ ગયા છો? ઘરમાં લગાવો આ 5 છોડ, મચ્છર દૂર-દૂર દેખાશે નહીં અને ઘરની સુંદરતા પણ વધારશે

શિયાળાની શરૂઆત અને ચોમાસાના વિદાય સાથે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે. મચ્છર ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારી પણ લઈને આવે છે જેના કારણે મચ્છરથી છુટકારો પામવા માટે કેટલાક અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ. આપણને ખબર હોય છે કે મચ્છર ભગાવવા અને મારવા માટે બજારમાં વેંચતા એ સંશાધનો શરીર માટે નુકશાન કારક છે તે છતાં પણ આપણે તેનો વપરાશ કરતા હોઈએ છીએ કારણ કે આપણને મચ્છરથી છુટકારો મેળવવા માટે બીજો કોઈ યોગ્ય વિકલ્પ મળતો નથી.

પરંતુ આજે એમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમારું શરીર પણ સુરક્ષિત રહી શકશે અને મચ્છરના ત્રાસથી પણ તમે છુટકારો મેળવી શકશો.

અમે તમને ઘરની અંદર અને બહાર લગાવી શકાય એવા કેટલાક પ્લાન્ટ જણાવવા જઈ રહ્યા છે જેનાથી માત્ર મચ્છર જ દૂર નહિ ભાગે પરંતુ તમારી આસપાસનું વાતાવરણ પણ મહેકી ઉઠશે. તો ચાલો જાણીએ આ પ્લાન્ટ વિશે.

લેમનગ્રાસ:
લેમનગ્રાસનો ઉપયોગ મચ્છર ભગાવવા વાળી ઘણી પ્રોડક્ટ્સમાં થાય છે. કારણ કે લેમનગ્રાસની લીંબુ જેવી સુગંધ મચ્છર તો ભગાવે છે સાથે સાથે ઘરને મહેકાવે પણ છે. આ સુગંધ મચ્છરોને પસંદ આવતી નથી જેના કારણે મચ્છરો લેમનગ્રાસથી દૂર જ રહે છે.

હજારીનો ફૂલ છોડ:
હજારી એટલે કે ગેંદાનું ફૂલ આપણે મોટાભાગે ફુલહાર બનાવવામાં વાપરીએ છીએ. જેની સુગંધ સાથે દેખાવમાં પણ આકર્ષક હોય છે. પરંતુ આ ફૂલ છોડની સુગંધ પણ મચ્છરોને પસંદ નથી જેથી તમે જો ઘરની અંદર કે બહાર હજારીનો છોડ ઉછેર કરો છો તો મચ્છરો અને કેટલાક કીડા દૂર રહેશે સાથે તેના ફૂલ તમે પૂજામાં પણ ઉપયોગમાં લઇ શકશો.

લેવેન્ડર:
લેવેન્ડરની સુગંધ આપણને ખુબ જ ગમે છે જે ઘરમાં એક અલગ જ વાતાવરણ ઉભું કરે છે. શરીર ઉપર મચ્છર ભગાવવા માટે વપરાતી કેટલીક કોસ્મેટિક વસ્તુઓમાં પણ લેવેન્ડરના તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ સુગંધથી મચ્છર દૂર રહે છે માટે ઘરની અંદર લેવેન્ડરનો એક છોડ કુંડામાં મુકવાથી સારી સુગંધ સાથે મચ્છર દૂર રાખી શકાય છે.

હોર્સમીન્ટ (ડમરો):
હોશરમીંટની સુગંધ ખુબ જ માદક હોય છે. જેનાથી મચ્છર દૂર રહે છે અને ઘર મહેકી ઉઠે છે. પરંતુ આ પ્લાન્ટ ઘરમાં લગાવતા સાવચેતીની જરૂર પડે છે કારણ કે ડમરાની સુગંધ સાપને વધુ પસંદ છે જેના કારણે તેની આસપાસ સાપ રહેવાનો ખતરો રહે છે.

તુલસી:
તુલસીને આપણા દેશમાં પવિત્ર માનવામાં આવે છે. મોટાભાગના ઘરના આંગણામાં તુલસીનો છોડ તમને જોવા મળશે. તુલસી હવાને શુદ્ધ કરવાની સાથે સાથે હવામાં ઉડતા કેટલાક કીડા અને મચ્છરોને પણ દૂર રાખવામાં કારગર સાબિત થાય છે.

તો આ 5 છોડને તમે તમારા ઘરની આસપાસ, બારીમાં, દરવાજા પાસે કે બહાર બગીચામાં પ્લાન્ટ કરો છો તો તમે મચ્છર દૂર કરવાની સાથે સાથે સારી સુગંધ પણ મેળવી તમારા ઘરને પ્રાકૃતિક રીતે મહેકાવી પણ શકો છો. જેનાથી શરીરને પણ કોઈ નુકશાન નથી થતું. તમે અને તમારો પરિવાર મચ્છરના ત્રાસથી સુરક્ષિત રહી શકો છો.

Team Akhand Ayurved

Not allowed