ઘણા લોકોની સવાર ચા વગર અધૂરી રહે છે. લોકોને સવારે ઉઠતા જ સૌથી પહેલા ચા પીવાની આદત હોય છે. લોકો સવારે ઉઠીને ખાલી પેટ ચા પિતા હોય છે અને નાસ્તો પછી કરતા હોય છે. જણાવી દઈએ કે ખાલી પેટ ચા પીવાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં સ્થૂળતા અને સ્ટ્રેસ વધે છે આ સિવાય જઠરમાં ચાંદા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ચામાં કેફિન, એલ-થાયનિન અને થિયોફાઈલિન જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે તમને તાજગી ચોક્કસ આપશે પણ તેનાથી ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. આ આદતના કારણે માથાનો દુખાવો, માંસપેશિયોમાં દુખાવો, સાંધાનો દુખાવો અને ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આયુર્વેદના જણાવ્યા પ્રમાણે સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્ત રસ બનવાની પ્રક્રિયામાં અવરોધ આવે છે જે અનેક બીમારીઓને નોતરે છે. પિત્ત રસને લીધે ઉબકા અને ગભરાટ થતી રહે છે જેને લીધે શરીરમાં સુસ્તી રહે છે. સવારે ખાલી પેટ પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. જેને લીધે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પેટ ફૂલાવવું અને પેટમાં બળતરા, પેટનો દુઃખાવો જેવી સમસ્યા થઈ શકે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે:
સવારે ખાલી પેટ ચા-કોફી પીવી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબજ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ચામાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે. સવારની ચામાં હાજર કેફીન શરીરમાં ઝડપથી ભળી જાય છે, જેની હાર્ટ રેટ અને બ્લડપ્રેશર પર અસર પડે છે.
હાડકાને નુકાસન:
ખાલી પેટ ચા પીવાની આદત હાડકાને પણ નુકાસાન પહોંચાડી શકે છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં વાત દોષ વધી જાય છે અને હાડકા નબળા થવા લાગે છે. જેના કારણે નાની ઉંમરમાં તમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે.આ સિવાય ચા અને કોફીમાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે, જેને લીધે વાતે વાતે વધુ પડતો ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ચાંદાનો ખતરો:
લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાના આદત પેટમાં ચાંદા જેવી ગંભીર બીમારીના ખતરાને વધારી શકે છે. તમે તમારી આ આદતને બદલીને આ ખતરાથી બચી શકો છો.