મમ્મી પોતાના જુવાનજોધ દીકરા સાથે બનાવી રહી હતી રોમાન્ટિક રીલ, ઢગલાબંધ વીડિયોને જોઈને લોકોએ લીધા આડે હાથ, કહ્યું.. “સભ્ય સમાજમાં આવું…”, પછી મમ્મીએ આપ્યો આવો જવાબ… જુઓ વીડિયો
આજ કાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા લોકો અવનવા સ્ટન્ટ કરીને ચર્ચામાં આવતા હોય છે તો ઘણા લોકો અશ્લીલ ડાન્સ કરીને પણ ચર્ચામાં આવતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક માં-દીકરાની જોડી ઘણી ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે ઘણી રિલ્સ અપલોડ કરી છે જેમાં બંને મા-દીકરા રોમેન્ટિક ગીત પર એક્ટ કરતા જોવા મળે છે.
View this post on Instagram
આ મા દીકરાના રોમાન્ટિક ડાન્સને લઈને યુઝર્સ અલગ અલગ રીતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન હવે માતાએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. કેટલાકે બંનેને કપલ તરીકે વીડિયો બનાવવા સામે વાંધો ઉઠાવ્યો તો કેટલાકે મહિલા આયોગ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. ત્યાં ઘણા યુઝર્સે આ માતા-પુત્રની જોડીને સુંદર ગણાવી અને ટ્રોલર્સને સારી નજરથી જોવાની સલાહ આપી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રચના (rachnaa_0) નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવે છે. જેમાં રચના પોતાને માતા તરીકે અને તેની સાથે જે છોકરો છે જેની સાથે તે રોમેન્ટિક વીડિયો બનાવે છે તેને પુત્ર તરીકે વર્ણવે છે. બાયોમાં તેણે પોતાનું સરનામું દિલ્હી લખ્યું છે. પોતાને વીડિયો ક્રિએટર ગણાવતી રચનાના ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે.
View this post on Instagram
વીડિયોમાં રચના તેના છોકરા સાથે અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતી અને ઘણામાં કિસ કરતી પણ જોવા મળે છે. તાજેતરમાં જ અપલોડ કરાયેલા એક વીડિયોમાં રચના ‘પતલિ કામરિયા…’ પર છોકરા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યારે અન્ય એક વીડિયોમાં તે લાલ ડ્રેસમાં તેના છોકરા સાથે પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું “મારો રાજકુમાર મોટો થઈ ગયો છે. મારો સુંદર છોકરો.” ઉલ્લેખનીય છે કે રચના તેના વીડિયોને લઈને ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે તેણે ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
View this post on Instagram
રચનાએ વીડિયોના કેપ્શનમાં રચનાએ લખ્યું ‘હું આજથી બધાને બ્લોક કરીશ. હજી કરો અભદ્ર કમેન્ટ્સ.” ત્યારે હવે આ વીડિયો પર પણ લોકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે, વીડિયોની અંદર માતા અને દીકરાની આવી હરકતો ઘણા લોકોને પસંદ નથી આવી રહી.
View this post on Instagram
આ પહેલા પણ આ મા દીકરાના ઘણા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા, ત્યારે પણ લોકોએ આ બંનેનો ખુબ જ વિરોધ કર્યો હતો. ત્યારે હવે આ મા દીકરો ફરી ચર્ચામાં આવ્યા છે. ઘણા લોકો આ વીડિયોને લઈને કોમેન્ટ પણ કરતા રહે છે અને સસ્તી પબ્લિસિટી માટે આવા નાટકો કરતા હોવાનું પણ તેમને જણાવી રહ્યા છે.
View this post on Instagram