હનીમૂન પર મમ્મી માંગતી લિફ્ટ, દીકરી બનાવતી સંબંધ અને પછી શરૂ થતું આ ગંદુ કામ, ચોંકાવનારી સત્યઘટના

હનીમૂન પર માં માંગતી લિફ્ટ, દીકરી બનાવતી સંબંધ અને પછી શરૂ થતું આ ગંદુ કામ

રસ્તામાં જયારે આપણે બાઈક કે કાર લઈને નીકળ્યા હોય અને જરૂરિયાત મંદ વ્યક્તિ જયારે લિફ્ટ લેવા માટે મદદ માંગે ત્યારે આપણે સ્વાભાવિક રીતે મદદ કરતા હોઈએ છે. પરંતુ મદદ લેનાર આપણી પાસે જરૂરિયાત માટે નહિ પરંતુ કંઈક ખોટું કરવા માટે મદદ માંગી હોય ત્યારે આપણે જાણે ફસાઈ ગયા હોય એવો અનુભવ થાય છે.

અવાર નવાર આપણે રસ્તાઓમાં લિફ્ટ માંગવાના બહાને થયેલી લૂંટના સમાચાર સાંભળતા જ હોઈએ છીએ પરંતુ પંજાબના પટિયાલામાંથી સામે આવેલો આ કિસ્સો જાણી તમારા હોશ ઉડી જશે. મળતી વિગતો અનુસાર પંજાબના પટિયાલામાં એક 46 વર્ષીય મહિલા રોડ ઉપર પગે લંગડાતી ચાલીને રોડ ઉપરથી પસાર થનાર કાર ચાલકો પાસે લિફ્ટ માંગતી હતી. લિફ્ટ આપનારને પોતાના ઘરે લઈ જઈ ચા પીવા માટે આમંત્રિત કરતી, ઘરની અંદર તેની દીકરી અને પાડોશી મિત્ર બંને ભેગા મળી કાર ચાલક સાથે સંબંધ બનાવવા માટે ઉત્સાહિત કરતી,

જેનો વિડિઓ તેની MOM છુપી રીતે બનાવી દેતી, ત્યારબાદ એ કાર ચાલકનું પર્સ, PHONEઅને બીજો કેટલોક સામાન પોતાની પાસે રાખી લઈ મોટી રકમ લેવા માટે બ્લેકમેઇલ કરતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે આ મહિલાએ કમ્બાઇનનું કામ કરનાર બલદેવસિંહને પોતાનો શિકાર બનાવ્યો હતો.

બલદેવસિંહ જયારે રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આ મહિલાએ તેની પાસે લિફ્ટ માંગી અને પોતાના ઘરે લઈ ગઈ. ઘરે જઈ બલદેવસિંહને ઘરમાં આવી ચા પીવા માટે આમંત્રણ આપ્યું. બલદેવસિંહને થાક પણ લાગ્યો હતો જેના કારણે તેને ચા પીવાનું આમંત્રણ સ્વીકાર્યું અને ઘરમાં ગયો. ત્યાં જ એ મહિલાએ પોતાની દીકરીને બલદેવસિંહ સાથે સંબંધ બનાવવા માટે મોકલી આપી

અને બલદેવનો મોબાઈલ, પર્સ, આધાર કાર્ડ અને એક હજાર રૂપિયા છીનવી લીધા અને 50 હજાર રૂપિયાની માંગણી પણ કરી. બલદેવસિંહે બદનામીના ડરથી 25 હજાર રૂપિયામાં સોદો તો નક્કી કરી લીધો પરંતુ 25 હજાર રૂપિયા આપવા છતાં પણ એ મહિલાએ બલદેવસિંહનો સામાન પાછો ના આપ્યો જેથી નિરાશ થયેલા અને ચિંતાગ્રસ્ત બલદેવે પોતાના જીજાજી સાથે પોતાની સાથે થયેલી આપવીતી જણાવી.તેના જીજાજીએ પાતડા સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ લખાવી. પોલીસે બલદેવને 10 હજાર રૂપિયા આપી અને એ મહિલાના ઘરે મોકલ્યો,

ત્યાં પોલીસ પણ છુપી રીતે પહોંચી મહિલા સમેત તેની દીકરી અને પાડોશી મિત્રની ધરપકડ કરી બલદેવનો સામાન પાછો આપાવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર પાતડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રણવીરસિંહે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી MOM દીકરી આ રીતેનો વ્યવસાય કરી રહ્યા છે અને આ બાબતે હરિયાણાના કૈથલના બલદેવસિંહની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રેણય આરોપીઓને પકડી કોર્ટમાં હાજર કરી એક દિવસનો રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યો છે.

દેશમાં ઠેર ઠેર આ રીતેને બનાવો બનતા આવે છે અને આવા કિસ્સાઓમાં મોટાભાગે સ્ત્રીઓ સંડોવાયેલી જોવા મળે છે. લિફ્ટ માંગવાના બહાને ધોળા દિવસે પણ લૂંટની ઘટનાઓ બનતી હોય છે. જેનાથી સાવચેત રહેવાની આપણી પણ ફરજ બને છે.

akhand

Not allowed