મુંબઈના અંધેરીમાંથી મળી આવી 30 વર્ષિય મોડલની લાશ, સુસાઇડ નોટમાં સામે આવ્યુ ખતરનાક કારણ

સમગ્ર દેશમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ આર્થિક તંગીથી પરેશાન થઇ તો ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થઇ કે પછી માનસિક/શારીરિક હેરાનગતિને કારણે આપઘાત કરી લે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી મોડલ અને અભિનેત્રીઓના આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એક મોડલના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 30 વર્ષની મોડલની લાશ મળી આવી છે.

મોડલની લાશ હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને મૃતદેહની સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડલે બુધવારે રાત્રે 8 વાગ્યે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું અને ડિનરનો ઓર્ડર પણ આપ્યો હતો. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે ઘણી વખત દરવાજો ખખડાવ્યો પણ રૂમ ન ખૂલ્યો. ત્યારે મેનેજરે આ અંગે પોલીસને જાણ કરી. હોટલ પહોંચ્યા બાદ પોલીસે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો

અને રૂમમાં જોયું તો મોડેલની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મોડલના મૃતદેહની સાથે પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે- ‘મને માફ કરજો. આ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી. મારે બસ શાંતિ જોઈએ છે. વર્સોવા પોલીસે ADR હેઠળ કેસ નોંધ્યો છે અને મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એક અધિકારી અનુસાર, તે લોખંડવાલાની યમુના નગર સોસાયટીની રહેવાસી હતી.

પોલિસને એવી શંકા છે કે મોડેલ છેલ્લા કેટલાક મહિનાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે કથિત રીતે ડિપ્રેશનમાં હતી અને આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી. આ પહેલા પણ ઘણી બંગાળી અભિનેત્રીઓના આપઘાતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં કોઇએ કામ ન મળવાથી ડિપ્રેશનમાં જઇને તો કોઇએ પ્રેમમાં નાસીપાસ થઇને આપઘાત કર્યો હતો.

ayurved

Not allowed