શું તમે કબજિયાત કે પછી પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો ? તો કરો માટીના વાસણોનો જમવાનું બનાવવામાં ઉપયોગ- થશે અનેક બીમારીઓ દૂર

શરીરમાં Kidney ખરાબ થશે તો ક્યાંયના નહિ રહો, આ સંકેત વાંચી લેજો જલ્દી

ઈતિહાસમાં ડોકિયું કરીએ તો પહેલાના લોકો માટીના વાસણોમાં જ ભોજન રાંધીને ખાતા હતા. માટીના વાસણોમાં પકાવેલું ભોજન માત્ર સ્વાસ્થ્યપ્રદ જ નથી, પણ તેનો સ્વાદ પણ બમણો થઈ જાય છે. હજારો વર્ષોથી ભારતના ઘરોમાં માટીના વાસણોએ પોતાનું વિશિષ્ટ સ્થાન જાળવી રાખ્યું છે, જો કે આધુનિક સમયમાં રસોડામાં સ્ટીલ, પિત્તળ, નોનસ્ટિક, એલ્યુમિનિયમના વાસણોએ પોતાનું સ્થાન લીધું છે,

પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો આજે પણ માટીના વાસણો વાપરે છે. આયુર્વેદ અનુસાર, માટીના વાસણમાં બનાવેલુ ભોજન અનેક બીમારીઓને દૂર રાખે છે. તેમાં જમવાનુ બનાવવાથી પોષણ તત્વો પણ નષ્ટ નથી થતા. આ સિવાય માટીના તવા પર બનેલી રોટલીથી ના માત્ર પાચન સ્વસ્થ થાય છે પણ અનેક બીમારીઓથી પણ બચી શકાય છે.

બીમારીઓ કરે દૂર- માટીના તવામાં બનેલી રોટલી અથવા તો કોઇ પણ પ્રકારનું ભોજન પોષક તત્વોથી ભરપૂર રહે છે અને રોટલીની પૌષ્ટિકતા પણ અનેક ગણી વધી જાય છે. તેમાં જે પ્રોટીન હાજર હોય છે તે બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

કબજિયાતથી મળે છે રાહત- આજકાલના લોકોમાં બહારના વધુ પડતા જમવાને કારણે કબજિયાત થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે માટીના તવામાં બનાવેલી રોટલીને પોતાના ડાયટમાં સામેલ કરો.

પાઈલ્સથી રાહત અપાવે- પાઈલ્સ થવાથી અનેક પ્રકારના ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. ત્યારે માટીની તવીમાં બનેલી રોટલી અથવા તો કોઇ પણ ખોરાક ખાવાથી પાઈલ્સથી જલદી રાહત મળશે.

ગેસની સમસ્યાથી છૂટકારો- એક જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે કેટલાક લોકોને ગેસની સમસ્યા થાય છે. ત્યારે આ સમસ્યાથી છુટકારો મેળવવા રોટલીને લોખંડ કે નોન સ્ટીક તવાની જગ્યાએ માટીના તવા પર બનાવીને જમો.

આટલી વાતો રાખો ધ્યાનમાં-

  • માટીના તવામાં ક્યારેય વધુ આગમાં રોટલી ના શેકો, આવુ કરવાથી તવી ફાટી પણ શકે છે.
  • તવીનો ઉપયોગ કરો તે પહેલા તેના પર પાણી લગાવો.
  • ઉપયોગ પછી તવીને રૂમના તાપમાન મુજબ થવા દો અને થોડી વાર માટે પાણીમાં પલાળી દો.
  • માટીના વાસણને ક્યારેય સાબુથી ના ધોવો, આવું કરવાથી આ સાબુને શોષી લેશે.
  • માટીના તવાને સાફ કરવા માટે ચોખ્ખા કપડાનો ઉપયોગ કરો.
ayurved

Not allowed