સેલવાસમાં શિક્ષક અને મેનજરની વિદ્યાર્થીની ઉપર બગડી દાનત, સ્કૂલમાં આચરી લીધું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

ગુજરામતા યુવતી, મહિલાઓ અને કિશોરીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે ટ્યુશન ક્લાસ કે શાળાની અંદર ભણતી વિદ્યાર્થીનીઓ પર શિક્ષક જ નજર બગાડે છે અને તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલના મેનેજર અને શિક્ષકે સ્કૂલની એક એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલો સામે આવ્યો છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નાગર હવેલીના સેલવાસ વિસ્તારમથી. જ્યાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ સ્કૂલમાં આભ્યાસ કરતી એક 15 વર્ષની વિદ્યાર્થીની ઉપર શાળાના જ મેનેજર 50 વર્ષીય માઈકલ નૂન્સ અને 30 વર્ષીય શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાએ નજર બગાડીને સ્કુલમાં જ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીને આ ઘટના વિશે તેના પરિવારને જાણ ના કરવાની પણ ધમકી પણ આપી હતી.

આ ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થીનીએ પરિવારમાં પણ કોઈને આ ઘટના વિશે જાણ કરી નહોતી, પરંતુ થોડા દિવસ પહેલા જ તેની તબિયત બગડતા તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ત્યાંથી તેને વધુ સારવાર માટે સુરત અને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી. ત્યારે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટના અંગે પરિવારને જાણ તથા તેમને સગીરાને ફોસલાવી અને પૂછતાં તેને આખી ઘટના જણાવી હતી, જેના બાદ સગીરાના પરિવારજનોએ શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલામાં મુંબઈથી ફરિયાદ સેલવાસ પોલીસ મથકે ટ્રાન્સફર થતા પોલીસે આરોપી શિક્ષક અને શાળાના મેનેજરની હડપરક કરી અને વધુ પુછપરછ પણ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં શાળાના શિક્ષકના કોમ્યુટર અને લેપટોપમાં અશ્લીલ વીડિયો પણ મળી આવ્યાં હતા. ત્યારે હાલ આ મામલામાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ બાદ આ કેસમાં હજુ વધુ ખુલાસા થવાની પણ સંભવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Team Akhand Ayurved

Not allowed