છોડમાં માચીસની સળીઓ રાખવાથી મળે છે જબરદસ્ત ફાયદા- જાણો

પ્લાન્ટ્સ પાસે રાખો માચીસની સળીઓ, ખૂબ થશે ફાયદો

આજ કાલ લોકોને ઘરમાં છોડ ઉગાડવાનો ઘણો શોખ જાગ્યો છે. ફ્લેટમાં રહેવાવાળા લોકો પણ બાલકનીમાં છોડ વાવે છે અને સજાવે છે. ગાર્ડનિંગ કરવો ઘણા લોકોનો શોખ બનતો જઇ રહ્યો છે. મહિલાઓ ઘરમાં ગાર્ડનિંગ કરવું ઘણુ પસંદ કરે છે. સામાન્ય રીતે ગાર્ડનિંગ કરતા સમયે ઘણીવાર તમારા છોડ સારો ગ્રો કરે છે તો ક્યારેક એવું પણ બને છે કે સતત ધ્યાન રાખવા પર પણ તે સારી રીતે વધુ નથી શકતા અને મુરઝાઇ કે કરમાઇ જાય છે. એવામાં જરૂરી છે કે તમે ગાર્ડનિંગ કરવા માટે કેટલીક અલગ અને અનોખી રીત અપનાવો.

અમે તમને એક એવો નુસ્ખો બતાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમારા છોડને નવો જીવ મળી શકશે. છોડના ગ્રોથ, હરિયાળી અને તેની વાસ્તવિક ચમક માટે તમે ખાધ મિશ્રિત માટી નાખો છે, સમય સમય પર પાણી આપો છો. તેમ છત્તાં ઘણીવાર છોડ એટલા વધતા નથી જેની તમને ઉમ્મીદ હોય છે. કેટલીકવાર તો એવું પણ થાય છે કે નર્સરીથી જે રૂપમાં છોડ લઇ આવ્યા હોય તે તેના અનુરૂપ વધી શકતો નથી. આખરે આવું કેમ થાય છે તમે વિચાર્યુ છે. કેટલાક લોકો એવી સલાહ આપે છે કે તેના પર દવાનો છંટકાવ કરવો જોઇએ, પણ અમે તમને જે નુસ્ખો જણાવવા જઇ રહ્યા છીએ તે ચમત્કારિક પરિણામ આપે છે.

આનાથી છોડમાં ગ્રોથ જોવા મળશે. તમે જોયુ હશે કે માચીસની કાળા અને લાલ રંગની સળીઓ આવે છે. તેમાં જે કાળીવાળી ગોય છે તેમાં પોટેશિયમ ક્લોરેટ, ફાસ્ફોરસ, સલ્ફર, મેગ્નેશિયમ અને ફેરિક ઓક્સાઇડ હોય છે. લાલ રંગવાળીમાં ફાસ્ફોરસની માત્રા વધારે હોય છે. તે વધારે જ્વલનશીલ હોય છે. ફાસ્ફરસનો ઉપયોગ ફટાકડામાં થાય છે. માચીસની સળીમાં જે પણ રસાયણો હોય છે તેમાં કીટનાશકના ગુણ હોય છે. આ કારણે માચીસની સળીઓ છોડ માટે કીટનાશકનું કામ કરે છે. ફાસ્ફરસ છોડની જડોને મજબૂત બનાવવામાં કામ આવે છે.

આ ઉપરાંત સલ્ફર અને મેગ્નેશિયમ ક્લોરોફિલ છોડના વિકાસમાં મદદ કરે છે. જો તમે છોડની જડ આસપાસ ઓછામાં ઓછી 10 અને વધારેમાં વધારે 15 માચીસની સળીઓ લગાવી દેશો તો છોડનો વિકાસ થશે અને તેની હરિયાળી પણ બની રહેશે. જો તમે છોડની જડ આસપાસ કેટલીક માચીસની સળીઓ લગાવી દીધી તો જ્યાં સુધી માટી ભીની રહેશે, તેના રસાયણ છોડની જડમાં પહોંચવા લાગશે. આ ઉપરાંત જ્યારે તમે સમય સમય પર પાણી નાખશો તો માચીસનું સળીન રસાયણવાળો ભાગ માટીમાં ભળતો જશે.

ઘરમાં લાગેલા નાના નાના છોડમાં તમે માચીસની સળીનો ઉપયોગ કરી શકો છે.પણ ધ્યાન રાખો કે માચીસની સળીઓ ખાલી કીટનાશકનું કામ કરે છે, જે યૂરિયા નથી કરતુ. એ ખાસ જાણી લો કે એકવાર માચીસની સળીને છોડમાં લગાવ્યા બાદ તેને હંમેશા માટે નથી રાખવાની. તેને એક સપ્તાહ કે દસ દિવસ બાદ નીકાળી લો, કારણ કે તેની અસર કેટલાક દિવસ બાદ ખત્મ થઇ જાય છે.

Not allowed