
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નફ્ફટ સસરાએ તેની દીકરી જેવી પુત્રવધુ પર જ નજર બગાડી હતી. પુત્રવધુએ પિયરિયાઓને યાદ કરીને સોશિયલ મીડિયામાં સ્ટે્ટસ મૂકતા સાસરિયાઓએ તેની સાથે મોટો ઝઘડો કર્યો, અને એટલું જ નહિ તેના તેના સસરા જયારે મહિલા રસોડામાં કામ કરતી હોય ત્યારે અવારનવાર કોઇપણ ચીજ વસ્તુ લેવાના બહાને શરીરે સ્પર્શ કરીને છેડતી કરતા હતાં. આખરે મહિલાએ બીજી કેટલીક બાબતોને લઈને પણ હેરાનગતિનો સામનો કર્યા બાદ પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા ગર્ભવતી હતી અને તેને દીકરીને જન્મ આપ્યો ત્યારે તેના સાસુએ કહ્યું કે, “મારે તો દીકરો જોઇતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે.” એટલું જ નહિ તેના પતિએ આનો ડીએનએ ટેસ્ટ પણ કરવો છે, તેમ કહીને પરિણીતા પર શંકા વહેમ રાખીને માનસિક ત્રાસ એટલો આપ્યો હતો. પરિણીતા પોતાનીની ભુલ ના હોય તેમ છતાં પગે પડી માફી માંગવી પડી હતી. તું કેમ મારા મમ્મી-પપ્પાનું કહેવું માનતી નથી, તેમ કહીને તેનો પતિ પણ તેના પર શારીરિક ત્રાસ ગુજારતો હતો.
એક દિવસ જયારે પરિણીતા રસોડામાં કામ કરતી બપોરના સમયે તેના સસરાએ તેને ચા બનાવવા માટેનું કહેતા તે ચા બનાવતી હતી. તે દરમિયાન તેના સસરાએ મહિલાબને પાછળથી આવીને એકદમ બાથમાં ભરી અને તેની છાતી દબાવી દીધી. જેના બાદ તેને ગુપ્તાંગ પર હાથ ફેરવીને આતેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાએ બુમાબુમ કરતા તે રસોડાની બહાર નીકળી ગયો હતો. પરણીતાએ તેના સાસુ અને નણંદ ઘરે આવતા તેઓને આ બાબતની જાણ કરતાં તેના સાસુએ તેને ખોટી ઠેરવી હતી અને ઉલ્ટાનો તેને જ એક લાફો મારી દીધો હતો.
પતિને વાત કરતા પતિએ પણ કહ્યું કે પપ્પા આવું ન કરી શકે, તું જ ખોટી છે, તેમ કહીને ઝઘડો કર્યો હતો. તો ચાલાક સસરાએ પણ તેના વિરુદ્ધ ફરિયાદ ન કરે તે માટે પરણિતાની માફી માંગીને ફરી આવું ક્યારેય નહિ કરે તેવું પ્રોમિસ પણ કર્યું હતું. જેના કારણે પરિણીતાએ તે સમયે કોઇ ફરીયાદ કરી ન હતી. દીકરીને જન્મ આપ્યા બાદ પરણિતાને પિયરમાં આરામ કરવા માટે મોકલી દીધી અને પછી પતિએ દહેજના નામે 25 લાખ લાવવા માટે પણ કહ્યું હતું. સાથે જ જયારે તે પત્નીને લેવા આવ્યો તો રેલવે સ્ટેશન પર આવી જવા કહ્યું અને ત્યાંથી તે ચાર મહિનાની દીકરીને લઈને ચાલ્યો ગયો અને ફોન પર ધમકીઓ આપવા લાગ્યો. જેના બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી.