10 સર્જરી અને 20 લાખ રૂપિયા ખર્ચી અને સુરતનો આરવ બની ગયો આયશા, હવે યુવક સાથે લગ્ન પણ કરી લીધા
આપણા દેશની અંદર સમલૈંગિક સંબંધોને ભલે કાયદાની રીતે મંજૂરી આપી દેવામાં આવી હોય, છતાં પણ ઘણા લોકો અને સમાજ હજુ પણ આ સંબંધોને સ્વીકારવામાં પાછા પડે છે. સોશિયલ મીડિયામાં અને સમાચારમાં આવી ઘણી ઘટનાઓ પણ તમે વાંચી હશે, પરંતુ હાલ સુરતમાંથી એક ખબર આવી રહી છે, જે જાણીને તમે પણ હેરાન રહી જશો.
મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા આરવ નામના યુવકને પહેલાથી જ સ્ત્રી બનાવામાં વધુ રસ હતો. બાળપણમાં જ ઢીંગલીઓ સાથે રમતા રમતા તે પોતાની જાતને સ્ત્રી જ સમજતો હતો, તેના પરિવાર જનોએ પણ તેના એક સ્ત્રી સાથે જ કરાવ્યા. પરંતુ તેની પત્નીને આરવની હકીકત ખબર પડતા જ તેને છૂટાછેડા આપી દીધા હતા. અને હવે સર્જરી બાદ આરવ આયશા બની ગયો અને સુરતમાં જ રહેતા એક યુવક રોહન પટેલ સાથે લગ્ન કરી લીધા છે.
સુરતના ત્રણ તબીબોએ આરવનું સપનુ પૂરુ કર્યું. પ્લાસ્ટક સર્જન આશુતોષ શાહ, રિકન્સ્ટ્રક્ટીવ યુરોલોજિસ્ટ ડો.ઋષિ ગ્રોવર અને GI સર્જન ધવલ માંગુકિયાની ટીમે આરવ પટેલને આયેશા પટેલ બનાવવામાં મદદ કરી. આમ લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શક્ય બનતી હતી ત્યારે પહેલી વખત આ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી સુરતમાં કરવામાં આવી છે.
આરવ ઉર્ફે આયશાને સુરતમાં જ રહેતા રોહન પટેલ સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઇ હતી, બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેની સંમતિથી મહિલા બનવાની સર્જરી કરાઈ હતી. આ સર્જરી માટે તેમને 20 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો છે.
આરવ પર અલગ અલગ પ્રકારની 10 જેવી સર્જરી કરવામાં આવી. જેના બાદ આરવ પટેલમાંથી તે આયેશા પટેલ બન્યો છે. હવે તે સંપૂર્ણ સ્ત્રી બની ગયો છે અને સફળ લગ્ન જીવન જીવી રહ્યો છે. જોકે, આયેશા પટેલ ભલે મેડિકલ સાયન્સની મદદથી સ્ત્રી બની ગઈ હોય, પણ તે ક્યારેય ગર્ભ ધારણ નહિ કરી શકે. આ વિશે તે કહે છે કે, હું માતા નહિ બની શકું તેનો મને અફસોસ નથી, હુ તો રોહન સાથે ખુશ છું.