
અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અભિનેત્રી તથા મોડલ અને બેસ્ટ ડાન્સર એવી મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ચુકી છે. 23 ઓક્ટોબર 1973ના રોજ જન્મેલી મલાઈકા આ ઉંમરે પણ ફિટ અને સુંદર દેખાય છે. તેની સુંદરતા, ફિટનેસ અને આકર્ષક ફિગર આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.આગળના ઘણા સમયથી મલાઈકા બોલીવુડથી દૂર છે પણ દરેક રોજ તે પોતાની ફેશન કે અન્ય બાબતોને લીધે લાઇમલાઇટમાં આવી જ જાય છે.
મલાઈકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ અને ગોર્જીયસ તસવીરો શેર કરતી રહે છે. મલાઈકાનું એકાઉન્ટ પણ તેની એકથી એક સુંદર તસવીરોથી ભર્યું પડ્યું છે. એક દીકરાની માં એવી મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. ગત દિવસોમાં મલાઇકા અર્જુન કપૂર સાથે પેરિસ વેકેશન પર પહોંચી હતી અને ત્યાંની તસવીરો પણ શેર કરી હતી.
મલાઈકા પાર્ટી કે ઇવેન્ટમાં એકદમ અલગ જ અંદાજમાં સ્પોટ થાય છે અને તેનો લુક્સ સમગ્ર મહેફિલ લૂંટી લે છે. અમુક દિવસો પહેલા મલાઈકા ઘડિયાળ નિર્માતા ચોપર્ડની હેપ્પી સ્પોર્ટની 25મી વર્ષગાંઠ પર પહોંચી હતી, અને હંમેશાની જેમ તેનો લુક લોકોને લુભાવી ગયો હતો.આ ઇવેન્ટમાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓ આવી પહોંચી હતી પણ સૌથી વધારે લોકોનું ધ્યાન મલાઇકા પર ગયું હતું.
મલાઈકાએ આ ઇવેન્ટમાં ગ્રીન સિલ્ક ફૂલ સ્લીવ ટોપ પહેર્યું હતું જે બ્લાઉઝ જેવો લુક આપતું હતું અને સાથે પિન્ક લોન્ગ સ્કર્ટ પહેર્યું હતું. આ આઉટફિટમાં મલાઈકાએ વાળને બાંધેલા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ પણ કર્યો હતો.જો કે ઘણા લોકોને મલાઇકાનો આ લુક પસંદ આવ્યો ન હતો કેમ કે તેણે બ્લાઉઝ ખુબ જ ઢીલું પહેર્યું હતું જેને લીધે તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
યુઝરોએ તેના આ લુક પર ‘શું તમને બ્રા પહેરવી પસંદ નથી?’, ‘બ્રા વગર અને ડબલ માસ્ક’, ‘બ્રા પહેરવાનું જ ભૂલી ગઈ’ વગેરે જેવી કમેન્ટ્સ કરી હતી જો કે અમુક લોકોએ મલાઇકાના સમર્થનમાં પણ કમેન્ટ કરી હતી.જો કે મલાઇકાને આવી આલોચનાઓનો કોઈ જ ફર્ક પડતો નથી. જો કે આ પહેલી વાર નથી કે મલાઇકાને તેના આઉટફિટને લીધે ટ્રોલનો શિકાર થવું પડ્યું હોય, અવાર નવાર તે પોતાની ફેશનને લીધે લોકોના નિશાના પર આવતી રહે છે.