બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે ત્યાં તે છવાઇ જાય છે. હાલમાં જ મલાઈકા અરોરાએ મુંબઈમાં આયોજિત એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી અને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન તેની સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દીધા હતા. બોમ્બે ટાઈમ્સ ફેશન વીક 2023 ઘણા કારણોસર સમાચારમાં હતું. આ દરમિયાન મલાઈકા અરોરા, ભૂમિ પેડનેકર, નેહા શર્મા, દિયા મિર્ઝા જેવી સેલિબ્રિટીઓએ રેમ્પ પર પોતાના જલવા વિખેર્યા હતા. જો કે, મલાઈકા અરોરાનો ગ્લેમરસ અવતાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો.
અભિનેત્રીએ કૃષ્ણા સન્ની રામાણીએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરીને રેમ્પ વોક કર્યું હતું. મલાઈકાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે 49 વર્ષની ઉંમરમાં પણ રેમ્પ પર તહેલકો મચાવી શકે છે. મલાઈકા અરોરાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ક્વિન ઓફ રેમ્પ છે. પિંક આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. મલાઈકા અરોરા ઘણીવાર તેની ફેશન, સ્ટાઈલ અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. તેનો ગ્લેમરસ અવતાર હંમેશા સમાચારોમાં રહે છે.
મલાઈકાએ ફરી એકવાર રેમ્પ પર વોક કરીને પોતાની સુંદરતા ફેલાવી છે. અભિનેત્રીએ રેમ્પ પરથી ઉતરતાની સાથે જ બધાની નજર તેના પર ચોંટી ગઈ હતી. અભિનેત્રી હંમેશા પોતાની સ્ટાઈલથી ઘણા લોકોને પ્રેરણા આપે છે.આ આઉટફિટમાં અભિનેત્રીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે જેમાં તેની અદભૂત સ્ટાઈલ જોવા જેવી છે. તેના લુકને જોઈને ફેન્સ જોરદાર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. 49 વર્ષની ઉંમરે પણ મલાઈકા તેની સ્ટાઈલ અને લુક્સને કારણે હેડલાઈન્સમાં રહે છે.
અભિનેત્રી આ ઉંમરે પણ ફિટનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે ફિટનેસમાં ઘણી યંગ એક્ટ્રેસને પણ માત આપે છે. જો કે, આ પહેલા હોટલની બહાર તે લોબીમાં આવી તો લોકોએ તેને ઘેરી લીધી. બધા મલાઇકા સાથે ફોટો ક્લિક કરાવવાની હોડમાં લાગી ગયા. એક્ટ્રેસે પણ બધા સાથે મુસ્કુરાતા ફોટો ક્લિક કરાવ્યા. ચહેરા પર સ્માઇસ, પોઝિટિવ એટિટયૂડ સાથે અભિનેત્રીએ બધા સાથે ફોટો ક્લિક કરાવ્યા,
જ્યારે મલાઇકાનો બોડીગાર્ડ કોઇને તેની પાસે નહોતો આવા દેતો ત્યારે અભિનેત્રી આવું કરવાથી તેને રોકી રહી હતી. આ દરમિયાન અભિનેત્રીની સ્ટાઈલ જોતા જ બની રહી હતી. મલાઈકા અરોરાની સ્માઇલે લોકોના દિલ જીતી લીધા હતા. ફેન્સ મલાઈકા અરોરાની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘અદભૂત.’ તો બીજાએ લખ્યું, ‘આગ’, ત્યાં અન્ય એકે લખ્યું, તે એક બાળકની માતા જેવી નથી લાગતી.
View this post on Instagram
અન્ય એકે લખ્યું, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ.’ અંગત જીવનની વાત કરીએ તો, મલાઈકા અરોરા તાજેતરમાં તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે યુરોપના પ્રવાસે ગઈ હતી. બંનેએ અહીંથી ઘણી તસવીરો શેર કરી છે. મલાઈકા અરોરાના કામની વાત કરીએ તો તે હાલમાં જ મ્યુઝિક વીડિયો ‘તેરા કી ખયાલ’માં જોવા મળી હતી. આમાં તેની સાથે સિંગર ગુરુ રંધાવા પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram