દોસ્તો ૪૮ વર્ષીય મલાઈકા અરોરા હાલમાં જ બોયફ્રેન્ડ અર્જૂન કપૂરની સાથે પેરિસમાં વેકેશન માણીને પરત ફરી છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ફોટા શેર કર્યા હતા. જેમાં બન્ને એક બીજાની સાથે જોવા મળ્યા હતા. પેરિસથી પરત આવ્યા બાદ મલાઈકા પ્રથમ વખત કોઈ ઈવેન્ટમાં જોવા મળી.
પાર્ટીનો પ્રસંગ હોય અને મલાઈકા અરોરાનો ડ્રેસ હેડલાઈન્સ ના બનાવે એવું કેવી રીતે બની શકે. ગત રાત્રે કરિશ્મા કપૂરે ક્રિસમસના અવસર પર પોતાના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મલાઈકા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી. મલાઈકા અરોરા બ્રાઈટ ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તેના વાળ ખુલ્લા હતા અને તેણે મેકઅપ કર્યો હતો. કરિશ્માની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકાએ રિવીલિંગ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી. પરંતુ આ દરમિયાન મલાઈકાને તેની હાઈ હીલ્સે દગો આપી દીધો. મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સૌથી હોટ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. મલાઈકા જેવી કારમાંથી બહાર નીકળી કે તરત જ કરિશ્માના ઘરની બહાર ઊભેલા પેપરાજીઓના કેમેરા તેની તરફ તરફ વળી ગયા. મલાઈકાએ બ્રાલેટ ઉપર વેલ્વેટ શ્રગ પહેર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેનો પગ લપસી થઈ ગયો અને તે પડતા પડતા બચી.
View this post on Instagram
આ દરમિયાન મલાઈકા પાસે ઉભેલા એક વ્યક્તિએ તેનો હાથ પકડીને તેને સંભાળી. આ ક્રિસમસ પાર્ટીમાં જ્યાં મલાઈકા બોલ્ડ લુકમાં જોવા મળી હતી, ત્યાં અર્જુન કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી.
View this post on Instagram
મલાઈકાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા અને હાથ હલાવી અભિવાદન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં માત્ર મલાઈકા જ નહિ પરંતુ કરીના કપૂર પણ પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે પહોંચી હતી. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના દરેક લુકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
મલાઈકા અરોરા ગ્લેમરસ તેના ગ્લેમરસ લુક પર સખત મહેનત કરે છે. હાલમાં જ મલાઇકા ટેરેન્સ સાથેના તેના ડાંસને લઇને ચર્ચામાં આવી હતી. મલાઈકા અરોરા આ દિવસોમાં રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2’ને જજ કરી રહી છે. મલાઈકા ઉપરાંત ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર પણ આ શોમાં જજ છે. આ શોના વીડિયોમાં મલાઈકા અરોરા અને ટેરેન્સ લુઈસ એકસાથે સ્ટેજ પર ડાંસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી.
View this post on Instagram
વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન બાદ બોલિવૂડના જે કપલના લગ્ન પર ચાહકોની સૌથી વધુ નજર છે તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. સમયની સાથે આ બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. થોડા સમય પહેલા જ, મલાઈકા અને અર્જુનના માલદીવ વેકેશનના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે તેમના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સેલેબ જ્યોતિષ જગન્નાથ ગુરુજીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ કપલ ક્યારે લગ્ન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું કહેવું છે કે આ કપલ 2022માં લગ્ન કરી શકે છે. જગન્નાથ ગુરુજી કહે છે કે અર્જુન ભાવનાત્મક છે, તો મલાઈકા વ્યવહારુ છે.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા ફિલ્મોથી દૂર છે, અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ છે. આ સિવાય અર્જુન કપૂર ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા સાથે કામ કરતો જોવા મળશે.