
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની બોલ્ડ સ્ટાઈલથી છવાયેલી રહે છે. અભિનેત્રી દરરોજ એકથી વધુ બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. હવે ફરી એકવાર મલાઈકાનો બોલ્ડ અંદાજ સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન મલાઈકા ખૂબ જ બોલ્ડ આઉટફિટ્સમાં પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ લુક સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. મલાઈકાની આ સ્ટાઈલ જોયા બાદ ફેન્સ કહે છે કે તે પોતાના આવા જ કાતિલાના લુકથી અર્જુન કપૂરને રિજવે છે.
મલાઈકા અરોરાના લૂક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ ઑફ-શોલ્ડર શિમકી ડ્રેસ પહેર્યો હતો, આમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકાનો આ લુક કેસિનો લોન્ચ દરમિયાનનો છે. આ દરમિયાન મલાઈકાએ રેડ કાર્પેટ પર એવું પરફોર્મન્સ આપ્યુ કે તેની આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. નેટીઝન્સનું કહેવું છે કે અર્જુન કપૂર પણ મલાઈકાની આ હરકતોથી પ્રભાવિત છે. આ લુકમાં અભિનેત્રી ઘણી હોટ લાગી રહી હતી.
અભિનેત્રીના આ લુકને જોઈને લોકો અંદાજ પણ લગાવી શકતા નહોતા કે તે 48 વર્ષની છે. આજે પણ મલાઈકા પોતાની ફિટનેસ અને બોલ્ડ લુકથી કોઈપણ અભિનેત્રીને ટક્કર આપી શકે છે. મલાઇકા તેની બોલ્ડનેસ અને તેની ફિટનેસ સિવાય અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને પણ ચર્ચામાં રહે છે. અર્જુન લાંબા સમયથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. બંને ખુલ્લેઆમ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે અને તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
મલાઈકા અને અર્જુન કપૂરની ઉંમરમાં ઘણો તફાવત પણ છે. મલાઈકા અરોરા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે. તેમ છત્તાં પણ ક્યારેય તેમના પ્રેમમાં કમી નથી આવી. મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને ડેટ કરતા પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. કહેવાય છે કે બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. અરબાઝ-મલાઈકાએ લગભગ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 1998માં હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
તેમના લગ્ન લગભગ દોઢ દાયકા સુધી સારી રીતે ચાલ્યા. આ લગ્નથી બંનેને એક પુત્ર પણ છે. પરંતુ, અચાનક તેમના સંબંધોમાં તિરાડ આવી અને પછી બંને વચ્ચેનું અંતર વધતું ગયું. પરિણામે વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી મલાઈકા અને અર્જુન કપૂરના સંબંધો આગળ વધ્યા. તમને જણાવી દઈએ કે મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે ત્યારે અરબાઝ ખાન પોતાનાથી 22 વર્ષ નાની મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
View this post on Instagram