ખૂબ ગુણકારી હોય છે મહુડા નું વૃક્ષ જાણો આ વૃક્ષ થી થતા લાભો

સામાન્ય રીતે આપણા ઘરની આજુબાજુ એવા ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થય માટે લાભદાયી તો છે જ, તે ઉપરાંત પર્યાવરણ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. પણ હકીકતમાં આપણને એની ઉપયોગ તેમજ તેના ફાયદા વિશે અજાણ હોઈએ છીએ. એમાનુ એવું એક ઉપયોગી મહુડાનું વૃક્ષ છે. જે પર્યાવરણ માટે તો ઉપયોગી તો છે જ, પણ સાથે સાથે આપણા સ્વાસ્થય માટે પણ કોઈ ખુબજ ઉપયોગી છે. તેનાથી શરીરમાં થતી બીમારીઓ પણ દૂર કરી શકાય છે.

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે. મહુડાના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકાતવાળા હોય છે. આ ફૂલોથી શરીરને ઘણા બધા લાભ મળે છે આ વૃક્ષના ફૂલનો રંગ આછો પીળો હોય છે. આ ફૂલમાં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડાના ફૂલ સિવાય તેના વૃક્ષની છાલ, પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે.

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે તેમાં ખાસ કરીને જંગલમાં અને ગામડામાં આપોઆપ ઉગી નીકળે છે. તેની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પત્તા ૩-૪ ઈંચ જોવા મળે છે. ઔષધમાં મહુડાનાં ફૂલો ખુબ જ જરૂરી કામ કરે છે. તેમાં ફૂલ મોતી જેવા મોટા ,પીળા સફેદ રંગના જોવા મળે છે.

આમ જોવા જઈએ તો મહુડાના વૃક્ષ માંથી મળતી બધી જ વસ્તુઓ ફાયદાકારક છે. પંરતુ જ્યારે તેના ફૂલો વિશે ચર્ચા કરવામાં આવે ત્યારે તેના અસંખ્ય ફાયદા મેળવી શકાય છે. કારણકે મહુડાનાં ફૂલનો ઉપયોગ કોઈ બીમાર વ્યક્તિ માટે જાદુઈ દવાની જેમ કામ કરે છે. એટલું જ નહિ અમુક રોગોમાં તો બીમાર વ્યક્તિને ડોકટર પાસે લઇ ગયા વગર જ બીમારી દૂર કરી શકાય છે.

વિજ્ઞાનની નજરે જોતા મહુડાના ફૂલમાં ઘણા પ્રકારના વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન અને બીજા ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. આ બધા વિટામિન્સ આપણા શરીરને શારીરિક રીતે કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જાણીશુ કે મહુડાના વૃક્ષ આપણને કેવી રીતે બીજા અન્ય પ્રકારના લાભ આપી શકે છે.

મહુડાના ફૂલમાં એન્ટી ઓક્સિડન્ટ જેવા ઉપયોગી તત્વો મળી આવે છે જે વાયરલ પ્રકારની શરદી અને ઉધરસની સમસ્યા દૂર કરવા માટે મદદરૂપ થઇ શકે છે.  જો નાના બાળકોના પેટમાં કરમિયા પડ્યા હોય તો આવા સંજોગોમાં મહુડાના ફૂલનો ઉપયોગ કરીને કરમિયા દૂર કરી શકાય છે.

જો તમે ડાયાબીટીસથી પીડાતા હોવ તો તમે મહુડાના ફૂલનો ઉકાળો બનાવીને સેવન કરી શકો છો. મહુડાનાં ફૂલની તાસીર ઠંડી હોય છે. અને એ પેટના ભયંકર દર્દોને દૂર કરીને પેટને ઠંડક આપે છે. માટે જો તમને અથવાતો ઘરના કોઈ પણ સભ્યોને પેટમાં બળતરાં થતી હોય અને અને ખાટા ઓડકાર આવતા હોય તો તમે મહુડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો.

આંખના રોગોમાં પણ મહુડો ઉપયોગી છે. આંખના રોગો જેવાકે આંખોમાં ખંજવાળ આવવી, આંખમાં દુખાવો થવો વગેરે જેવી સમસ્યાનો સામનો જો તમારે વારંવાર કરવો પડતો હોય તો તમારે મહુડાના ફૂલનો ઉપયોગ આંખમાં આંજણ તરીકે કરવો જોઈએ તેનાથી આંખોમાં થતી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે અને રાહત પણ મળશે.

આંખોની રોશની વધારવા માટે મહુડાના ફૂલને ઘીમાં ઉમેરીને શેકવા અને એ શેકેલા મહુડાનાં ફૂલનો ખાવામાં ઉપયોગ કરાવમાં આવે તો આંખોના તેજમાં વધારો થાય છે. જે લોકો આંખોના નંબરની સમસ્યાથી પીડાતા હોય તેમજ આંખો લાલ રહેતી હોય તેવા લોકોએ તો આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ.

જે વ્યક્તિને દાંતમાં સતત દુઃખાવો રહેતો હોય અને એના ઉપાય હેતુ ગમે તેવા પ્રયોગો કર્યા હોય અને દવાઓ લીધી હોય, તેમ છતાં પણ જો દાંતનો દુખાવો દૂર થતો ના હોય તો તે વ્યક્તિને મહુડાના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મહુડાના પાનનો પાવડર બનાવીને તેને દુઃખાવો થતો હોય ત્યાં થોડાક સમય સુધી દબાવી રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને એના આખા શરીરમાં ઝેર ફેલાઈ નહી એ માટે તમારે સાપે મારેલ ડંખ વળી જયગાએ મહુડાના બીજની પેસ્ટ બનાવીને લગાવી જોઈએ. અને એ જગ્યાને એ સુતરાઉ કાપડના કટકાથી ફિટ રીતે બાંધી દેવી જોઈએ. આમ કરવાથી ઝેર આખા શરીરમાં ફેલાઇ શકશે નહીં અને દર્દીને તરતજ નજીકના દવાખાને લઇ જવો.

જો તમે માઇગ્રેનથી પરેશાન રહેતા હોવ અને સાથે સાથે તમે દિવસ દરમિયાન સતત માથાનો દુઃખાવો રહેતો હોય અને તણાવ રહેતો હોય, તો તમારે મહુડાના ફૂલથી બનેલ તેલ અથવાનો મહુડાનાં તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલને માથા પર હળવે હાથે ઘસવાથી માનસિક રીતે શાંતિ મળે છે અને માથાનો દુઃખાવો તુરંત પણે દૂર થાય છે.

જો તમે કોઈ કારણસર શરીરની કોઈ જગ્યાએ દાઝી ગયા હોય અથવાતો શરીરના કોઈ ભાગ પર તમને ખંજવાળ આવતી હોય તો પણ તમે આવા સમયે મહુડાના તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે. આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પંરતુ અથાગ મહેનત કર્યા પછી પણ સુંદર દેખાઈ શકતો નથી.

સુંદર દેખાવા માંગતા વ્યક્તિએ મહુડાના તેલનો ઉપયોગ કરીને તેને શરીર પર હળવા હાથે માલિશ કરાવી જોઈએ. મહુડાનાં તેલમાં તેમજ તેના ફૂલમાં એન્ટી તત્વો રહેલા હોય છે. આ તેલ શરીર પર લગાવવાથી શરીર ઉપર રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે ચામડીમાં ગ્લો આવે છે. તેમજ સ્કિનને આરામ મળે છે.

team ayurved

Not allowed