2 મિનિટમાં તૈયાર થઇ જતી મેગીમાં આ ભાઈએ નાખી સ્ટ્રોબેરી સ્ટિંગ સોડા, જોઈને લોકોનો ગુસ્સો પહોંચ્યો સાતમા આસમાને, જુઓ વીડિયો

ક્યારેય ખાધી છે સ્ટોરબેરી ફ્લેવર એનર્જી ડ્રિન્ક વાળી મેગી ? વીડિયો જોઈને તમારા દિમાગનો પારો છટકશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા બધા ફૂડ બ્લોગરો દ્વારા ખાણીપીણીના ઘણા બધા વીડિયો બનાવવામાં આવે છે અને આ વીડિયોમાં ઘણીવાર એવી એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. કેટલીક પારંપરિક વસ્તુઓ સાથે પણ ઘણા લોકો છેડછાડ કરતા હોય છે ત્યારે ઘણા લોકોનું દિમાગ પણ છટકતુ હોય છે અને પછી તે વીડિયો પણ કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા હોય છે.

હાલ એક એવા જ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જે મેગી સાથે જોડાયેલો છે. મેગી મોટાભાગના લોકોની પહેલી પસંદ છે. ઘણા લોકો મેગીના શોખીન હોય છે ત્યારે મેગી સાથે પણ ઘણા અખતરા થતા જોવા મળે છે,જેમાંથી કેટલાક લોકોને પસંદ આવે છે અને કેટલાક જોઈને લોકોના દિમાગનો પારો છટકતો હોય છે. તમે અત્યાર સુધી ચોકલેટ મેગી, ચીઝ મેગી અને બીજી અન્ય મેગી જોઈ હશે, પરંતુ આ મેગી અલગ છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ પાણીને બદલે ફ્રાઈંગ પેનમાં સ્ટિંગ એનર્જી ડ્રિંક નાખે છે, ત્યારબાદ તે મેગીનું પેકેટ ખોલે છે અને પીણામાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ ઉમેરે છે. આ પછી તે કોમ્બિનેશનમાં મેજીક મસાલો, ડુંગળી અને લીલા મરચા ઉમેરે છે. એકવાર રાંધ્યા પછી, વાનગીને બાઉલમાં કાઢવામાં આવે છે અને ગ્રાહકને આપવામાં આવે છે.

આ ક્લિપને હજારો વખત જોવામાં આવી છે અને આ સંખ્યા વધી રહી છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો શોકમાં છે અને ઘણા લોકોના દિમાગનો પારો પણ છટક્યો છે, જે તે કોમેન્ટમાં પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળે છે.  ઘણા લોકો રેસીપી પર હસ્યા કારણ કે તેઓ તેમની મનપસંદ મેગીને વારંવાર “નાશ” થતી જોઈ શકતા નથી.

Team Akhand Ayurved

Not allowed