જો તમે પણ ધનવાન થવા માંગતા હોય તો આજે જ ઘરમાં લગાવી દો આ છોડ, એટલું ધન મળશે કે ગણતા ગણતા થાકી જશો…
આજના સમયમાં દરેક લોકોનું સપનું હોય છે કે ધનવાન બને અને તેના માટે ઘણા લોકો ખુબ જ મહેનત પણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કેટલાક લોકો ઓછી મહેનતમાં વધુ સફળતા મેળવે છે તો ઘણા લોકોને મહેનતનું યોગ્ય ફળ પણ મળતું નથી. ત્યારે લોકો એમ માને છે કે કિસ્મત ખરાબ છે. પરંતુ જ્યોતિષ પાસે આ તમામ સમસ્યાનું સમાધાન છે અને તેના દ્વારા તમે તમારા કિસ્મતને પણ ચમકાવી શકો છો. આજે અમે તમને એક એવા જ છોડ વિશે જણાવીશું જે તમને માલામાલ કરી શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આશીર્વાદ મળે છે. જે રીતે તુલસીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેવી જ રીતે બીલીના છોડને લગાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે.
બીલીના છોડનું નામ સાંભળતા જ મનમાં ભગવાન શિવનું નામ ફરવા લાગે છે. સદીઓથી શિવલિંગ પર બીલીના પાન ચઢાવવામાં આવે છે. બીલી પત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તમે જાણો છો કે તેમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે સાથે મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં બીલીનો છોડ લગાવવાથી વ્યક્તિને પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. એવું કહેવાય છે કે બીલીના ઝાડ નીચે ઊભા રહીને ભોજન, ખીર, મીઠાઈ વગેરેનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી.
બીલીનો છોડ વાવવાથી ભગવાન શિવની કૃપા વરસે છે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થાય છે. જો બીલીના છોડના મૂળને લાલ રંગના કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ધનની કમી નથી રહેતી. એવું માનવામાં આવે છે કે જો આ વૃક્ષને સ્વચ્છ પાણીથી સિંચવામાં આવે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વાસ્તુ નિષ્ણાતોના મતે બીલી વૃક્ષ અને સફેદ આકને જોડીમાં લગાવવાથી ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.