
આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. આપણે ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પણ પીતા હોઈશું. પણ એવું કરવાથી કેટલા ફાયદાઓ થાય છે એ બધા જ લોકો નહિ જાણતા હોય. તો આજે જાણીશું લીમડાના ફાયદાઓ…
લીમડો ખૂબ જ ગુણકારી હોય છે. ઘણા દર્દોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. તેના ઔષધીય ગુણધર્મોને કારણે ચાર હાજર વર્ષથી પણ વધારે સમયથી આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાને સંસ્કૃતમાં ‘અરિસ્ટ’ પણ કહેવામાં આવે છે. જેનો મતલબ આવો થાય કે ‘ઉત્તમ અને સંપૂર્ણ’ અને કયારેય ખરાબ ન થાય તેવું. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે.
લીમડાના મૂળ, છાલ અને તેના કાચા ફળ અને પાનમાં શક્તિશાળી રોગ દુર કરવાના ગુણ જોવા મળે છે. લીમડાની છાલ ખાસ કરીને મેલેરિયા અને ચામડીને લગતી બીમારીમાં ખુબ જ ઉપયોગી હોય છે. લીમડાના પાન ભારતની બહાર લગભગ 34 દેશોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પાનમાં રહેલા ગુણો બેક્ટેરિયા, ખીલ, ફોલ્લીઓ, ખરજવું, ખંજવાળ આવી અનેક તકલીફોને દુર કરવામાં મદદ કરે છે.લીમડાના અર્કનો ઉપયોગ ડાયાબીટીસ, કેંસર, હ્રદય રોગ, હર્પીસ, એલર્જી, અલ્સર, કમળો આવા અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. લીમડા વિશે પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ માહિતી અનુસાર તેના ફળ, બીજ, તેલ, પાન, મૂળ અને છાલમાં બીમારીઓથી બચવા માટેના ફાયદાકારી ગુણો જોવા મળે છે. પ્રાકૃતિક ભારતીય પરંપરામાં આયુર્વેદના આધારે સ્તંભમા દર્શાવવામાં આવેલ બે પ્રાચીન ગ્રંથો ‘ચરક સંહિતા’ અને ‘સુશ્રુતસંહિતા’માં લીમડાના પાનથી થતા લાભ વિશે વાત કરવામાં આવી છે. લીમડાના ઝાડના દરેક ભાગ ફાયદાકારક હોય છે.
હૃદયની બીમારીઓ, આંખોની બીમારી, ચામડીની બીમારી, આંતરડાની બીમારી, આ બીમારીઓથી આપણને દૂર રાખે છે. લીમડામાં ડાયાબિટીસ અને વાયરસ સામે લડવા માટેની શક્તિ છે.જોઈએ લીમડાનાં પાનના ઉપયોગ…
1. સુંદર રૂપ અને દેખાવ માટે, તથા વાળની સુંદરતા માટે – લીમડાના પાનનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. તેનાથી ચહેરાની સુંદરતા વધે છે. કેમ કે સ્કિનમાં લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થવાથી ચહેરા ઉપર ચમક આવે છે. લીમડાના પાનને પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરવું ખૂબ જ લાભદાયક છે.લીમડો એક ખૂબ જ સારું હેર કંડીશનર પણ છે લીમડાને પાણીમાં ગરમ કરીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવીને તે પેસ્ટમાં મધ નાખીને આ મિશ્રણને વાળ ઉપર લગાવવાથી વાળ રૂ જેવા મુલાયમ થઈ જશે.
2. ચામડીને લગતી બીમારીઓ – લીમડાના પાનને પાણીમાં નાખીને તે પાણીને ઉકાળવું ઉકાળેલાં પાણીને ઠંડું પાડીને તેનાથી મોઢું ધોવાથી મોઢા ઉપરના ખીલ દૂર થાય છે. મોઢું એકદમ ફ્રેશ લાગે છે. લીમડાનાં પાનમાં એન્ટિસેપ્ટિકનો ગુણધર્મ છે એટલા માટે દાઝેલી ચામડી પર લીમડાના પાનનુ તેલ લગાવવાથી ખૂબ જ રાહત મળે છે.
3. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના નિયંત્રણ માટે – આહારમાં જો પ્રોટીનનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ થવાની શક્યતા છે. ડાયાબીટીસ માટેનો રામબાણ ઇલાજ લીમડો છે. સવારે ઉઠ્યા પછી લીમડાનો રસ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત રહેશે. તેની સાથે જ લીમડાના પાંદડાંનો રસ અને એલોવેરાના રસને મિશ્રણ કરીને લેવાથી સુગર નિયંત્રણમાં રહે છે.કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણ કરી શકાય છે. 200 ગ્રામ જેટલા પત્તાને પાણીમાં લઈને ગરમ કર્યા પછી તેને ઠંડુ કરવું અને લઈ શકાય છે. તથા લીમડાના પાનનો રસ લઈને પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય છે.
- 4. કાન અને દાંતના રોગોને દૂર કરવા માટે – જો કાનમાં દુખાવો રહેતો હોય તો, લીમડાના તેલને ગરમ કરવાનું અને ઠંડા પાડ્યા પછી નિયમિત રૂપે કાનમાં નાખવાથી એક જ અઠવાડિયામાં કાનનો દુખાવો દૂર થઈ જશે તથા જો સાંભળવામાં તકલીફ હોય તો બહેરાશ પણ તેનાથી દૂર થઈ શકે છે. લીમડાનું દાતણ કરવાથી દાંત ખૂબ જ સારા રહે છે અને દાંતની મજબૂતાઈ વધે છે.
- 5. પેટ સંબંધિત રોગોને દૂર કરવા માટે – પેટના રોગોને દૂર કરવા માટે લીમડાના રસમાં મધ અને કાળા મરી નાખીને મિશ્રણ બનાવવું અને તે પીવાથી પેટ સંબંધિત રોગો દૂર થાય છે.
- 6. પથરીને દૂર કરવા માટે – પથરીને દૂર કરવા માટે લગભગ 150 ગ્રામ જેટલા લીમડાના પાંદડાં લઈને તેને ક્રશ કરીને પાણીમાં નાંખી ઉકાળવું. અને આ ઉકાળેલું પાણી પીવાથી પથરી દૂર થાય છે.
- 7. કમળાને દુર કરવા માટે – કમળા જેવા રોગોને દૂર કરવા માટે લીમડાના પાનના રસમાં સૂંઠ નાખીને ચૂર્ણ બનાવી શકાય છે અને કમળાના રોગીને આપવાથી કમળો દૂર થાય છે. બે ભાગ લીમડાના પાનનું ચૂર્ણ અને એક ભાગ મધ નાખીને તેનું મિશ્રણ બનાવીને દર્દીને આપવાથી કમળામાં રાહત મળે છે.