ઉનાળાની ગરમીની શરૂઆતહવે થવાની શરૂઆત થઈ ગઈ છે. જેવો તડકો પડશે કે કશુક ઠંડુ પીવાનું મન થશે જ. જો તમે કશુક ઠંડુ પીવાનું મન થાય તો તમે તરત જ લીંબુ શરાબત કે પછી કોઈપણ ઠંડુ અથવા કોલ્ડડ્રિંક્સ પીવાનું મન થશે જ અને બજારમાં મળતા તૈયાર ડ્રિંક્સ કરતાં હવે ઘરે જ બનાવો અને ઘરના સૌને પીવડાવો. તો ચાલો આજે અમે તમારા માટે લાવ્યા છીએ લીંબુ શિકંજી. નોંધી લો રેસીપી અને બાનવજો જરૂર.
સામગ્રી
- લીંબુ 2 નંગ
- ખાંડ 2 ચમચી
- સંચર 1 ચમચી
- સેકેલું ઝીરું 1 ચમચી
- ચાટ મસાલો 1/2 ચમચી
- તખમરી ( ફાલુદા માં વપરાય એ ) 2 ચમચી
- પાણી 2 ગ્લાસ
રીત
- સૌપ્રથમ તખમરીયા ને પલાળી દો
- એક વાડકી માં એટલે એ થોડા ફૂલી જશે
- પછી લીંબુ સરબત બનાવી લો
- અને પછી સર્વ કરતી વખતે એમાં તકમરીયા એડ કરો પછી એમાં સંચર સેકેલું ઝીરું ચાટ મસાલો એડ કરો
- પછી એમાં લીંબુ સરબત એડ કરી મિક્સ કરી લો
- અને બરફ એડ કરવાનું ના ભૂલતા જેટલું કોલ્ડ હશે એટલી મજા આવશે, ગરમીની સીઝનમાં જરૂરથી બનાવજો
- તમારા બાળકોને બઉજ મજા આવશે અને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો તો જરૂરથી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી
રેસીપીનો વિડીયો: