માતાના નિધન બાદ ભાંગી પડ્યો સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુ, દીકરી સિતારાના રડી રડીને હાલ છે બેહાલ, જુઓ અંતિમ યાત્રાની ઝલક

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી ગઈકાલે એક ખુબ જ એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી. જેમાં ટોલીવુડ સુપરસ્ટાર મહેશ બાબુની માતા ઘટ્ટમનેની ઈન્દિરા દેવીનું સવારે લાંબી માંદગી બાદ 70 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા અઠવાડિયાથી શહેરની એક મોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઈન્દિરા દેવીએ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

મહેશ બાબુના માતા ઘટ્ટમનેની ઈન્દિરા દેવી સુપરસ્ટાર અને પીઢ તેલુગુ સ્ટાર કૃષ્ણાની પત્ની હતી.  ઈંદિરા દેવીનું નિધન એ ઘટ્ટમનેની પરિવાર માટે મોટો ખુબ જ દુઃખદ ઘટના છે, કારણ કે તેમના મોટા પુત્ર રમેશ બાબુનું પણ આ જ વર્ષે અવસાન થયું હતું. બુધવારે સુપરસ્ટાર મહેશ બાબુના ઘરમાં શોકનો માહોલ હતો. સોશિયલ મીડિયા પર પરિવાર પ્રત્યે શ્રદ્ધાંજલિ અને શોકના સંદેશાઓ વહેવા લાગ્યા છે. મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીના પાર્થિવ દેહને હૈદરાબાદના પદ્માલય સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો હતો.

મહેશ બાબુની માતાના અંતિમ દર્શન માટે અનેક ફિલ્મ સ્ટાર્સ એકઠા થયા હતા. આ દરમિયાન અભિનેતાની માતાની અંતિમ વિદાયની તસવીરો સામે આવી છે. હૈદરાબાદના મહાપ્રસ્થાનમાં ઈન્દિરા દેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહેશબાબુ તેમની માતાને મુખાગ્નિ આપી હતી. આંખોમાં આંસુ અને ચહેરા પર દુ:ખ સાથે મહેશ બાબુ માતાને અંતિમ યાત્રાએ લઈ જતા જોવા મળ્યા હતા.

ઇન્દિરા દેવીની અંતિમ યાત્રા દરમિયાન સૌનું ધ્યાન ખેંચતો એક વીડિયો મહેશ બાબુની દીકરી સિતારાનો હતો. વીડિયોમાં મહેશની દીકરી સિતારા રડતી જોવા મળે છે જ્યારે મહેશ તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. આ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે. કોઈ નાના બાળકને આટલી પીડામાંથી પસાર થવું ન જોઈએ. પોતાના દાદીને ગુમાવવાનું દુઃખ સિતારાના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

મહેશબાબુની માતાના અંતિમ દર્શન માટે વિજય દેવરાકોંડા, રાણા દગ્ગુબાતી, નાગાર્જુન, આદિવી શેષા, સુકુમાર, ગોપીચંદ જેવા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન મહેશ બાબુ પોતાની દીકરીના આંસુ લૂછતા જોવા મળ્યા હતા. ઈન્દિરા દેવી ઉંમર સંબંધિત અનેક બિમારીઓથી પીડિત હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.

Team Akhand Ayurved

Not allowed