સગાઈ તૂટવાના ખરાબ સમયમાંથી બહાર આવી રહી છે કિંજલ દવે, પિતા સાથે ક્લિક કરી ક્યૂટ તસવીરો, જુઓ બધાય ફોટા

કિંજલ દવે ગુજરાતી ગાયિકીનું એક ખુબ જ મોટું નામ છે. તેના ગીતોના ચાહકો ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ વિદેશમાં પણ જોવા મળે છે. કિંજલના લાઈવ કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અચાનક સમાચાર આવ્યા કે ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવેની પવન જોશી સાથે સગાઈ તૂટી ગઇ છે. આ ખબર સામે આવ્યા બાદ લોકો હેરાન રહી ગયા હતા. કિંજલ દવે અને પવન જોશીનો સાથ કોઇ મહિનાનો નહિ પણ વર્ષો જૂનો હતો.

પવન કિંજલનો બાળપણનો મિત્ર હતો અને બંનેની પાંચેક વર્ષ પહેલા સાટા પદ્ધતિ અનુસાર સગાઇ થઇ હતી. જણાવી દઇએ કે, 5 વર્ષ પહેલા કિંજલની સગાઈ સાટા રિવાજ અનુસાર તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે નક્કી થઇ હતી અને પવન જોશીની બહેનની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ સાથે નક્કી થઇ હતી. કિંજલ અને પવન વચ્ચે ઘણો પ્રેમ હતો અને પવન કિંજલ સાથે વિદેશમાં પણ પ્રવાસ કરતો હતો. જો કે, આકાશને પણ તેની ફિયાન્સી એટલે કે પવનની બહેન સાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યો છે.

ત્યારે ગયા વર્ષે કિંજલ અને પવને તેમની સગાઈના 4 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કિંજલ અને પવનની સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોશીની બહેન છે, કારણ કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોશીની બહેન સાથે નક્કી થઇ હતી તેણે કોઈ અન્ય છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લીધા આકાશ સાથે સાથે કિંજલની પણ સગાઇ તૂટી ગઇ છે. ત્યારે માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર અવાજથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ આ આઘાતમાંથી બહાર આવી રહી છે.

કિંજલના પિતા લલિત દવેએ સોશિયલ મીડિયા પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં તે કિંજલ સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં કિંજલ દવે વ્હાઇટ શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે વાળમાં સેન્ટર પાર્ટિશન સાથે પોનીટેલ કરી છે અને તેના પિતા શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યા છે. લલિત દવેએ ફોટો શેર કરતા એક કેપ્શન લખ્યુ છે અને આ કેપ્શનની સરખામણી લોકો કિંજલ અને પવનની સગાઇ પર કરી રહ્યા છે.

લલિત દવેએ તસવીરો શેર કરતા લખ્યુ- ‘એક ફૂલની આજુબાજુ કાંટા, કાદવ કીચડ-તડકો છાયો ઠંડી, વરસાદ વાવાજોડા અને ઘણા પ્રકારની મુશ્કેલીયો આવે પણ તેની અંદર સુગંધ પુરનાર એ ઈશ્વરની જવાદરી હોય છે કે તે સુગંધ કેવી રીતે મહેકાવી, એમ માણસના જીવનમાં પણ ઘણી બધી તકલીફો તો આવે તેમાંથી કઈ રીતે ને કોને ક્યારે ઉગારવા એ જવાદરી તેની છે, દુનિયા તારી વાડી ને અમે એના ફૂલડાં, બસ આપણે ચાલતા રહો માર્ગ એ બનાવશે’.

ayurved

Not allowed