2022 વર્ષના અંત સુધીમાં કુળદેવીની કૃપાથી આ રાશિના લોકોના બધા દુઃખો દૂર થશે, વિશ્વાસ હોય તો જ વાંચજો

વર્ષ 2022ની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે જ્યોતિષો દ્વારા આપણા જીવનને લઈને પણ કેટલીક આગાહીઓ કરેલી હોય છે, જેમાં રાશિચક્ર પ્રમાણે આપણા જીવનમાં બદલાવ આવે છે, આ વર્ષે પણ કુળદેવીની કૃપાથી કેટલીક રાશિઓના જીવનમાં બદલાવ આવવાના છે, ચાલો જોઈએ કઈ રાશિમાં કેવો બદલાવ આવશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ નવું વર્ષ તમારા જીવનમાં કેટલીક અનેરી ખુશીઓ લઈને આવશે, છેલ્લા ઘણા સમયથી અનુભવાઈ રહેલી પૈસાની મૂંઝવણ દૂર થશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થવાનો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આ વર્ષ થોડી તકલીફમાં વીતી શકે છે, કેટલાક વિરોધીઓ તમને હેરાન કરી શકે છે, પરંતુ આ વર્ષે તમારે થોડી વધારે હિંમત સાથે આગળ વધવું, તમને પરિવારનો સાથ મળશે. સંતાન સુખથી વંચિત લોકોને સંતાનના યોગ બની રહ્યા છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):  નવા વર્ષે તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે એક કદમ આગળ વધી શકો છો, પરંતુ તેના માટે સાવધાની રાખવાની જરૂર છે. નવા કામમાં ભૂતકાળમાં કરેલી ભૂલો વિશે પણ વિચારવું. 4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોએ સમયની સાથે આગળ ચાલવું જોઈએ, પોતાના રૂઢ વિચારોને બાજુ ઉપર મૂકી અને સમાજમાં જે નવું થઇ રહ્યું છે તેને અપનાવવાનો પ્રયત્ન કરવો. જેના કારણે તમે સફળતા પણ મેળવી શકશો.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોએ ખાસ આ વર્ષે વાહન ચલાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે તમારા જીવનમાં કોઈ અકસ્માત થઇ શકે છે. પરંતુ તમારી સાવધાની જ તમારી સલામતી છે. થઇ શકે તો વધુ સમય પોતાના પરિવારને આપવો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોએ આ વર્ષે પોતાના ક્રોધ ઉપર કાબુ રાખવાની જરૂર છે, નહિ તો તમે કોઈ મુસીબતને સામેથી આમંત્રણ આપી શકો છો. આ વર્ષે કોર્ટ કચેરીમાં પણ જવું પડી શકે છે. માટે દરેક કામ સાવધાની પૂર્વક કરવું. 7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ એ વાતની ગાંઠ બાંધી લેવી કે માત્ર જીવનમાં પૈસાથી જ ખુશીઓ નથી આવતી, તમારે પોતાના પરિવારને પણ પ્રેમ અને સમય આપવાની જરૂર છે. આ વર્ષ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવો, તમારા પરિવારને પણ તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીનો શિકાર થયેલા હતા તેમને આ વર્ષે બિમારીમાંથી મુક્તિ મળી શકે છે. તમારા જીવનનું ધ્યેય નક્કી કરો, સફળતા મેળવવા માટે માત્ર મહેનત નહીં દિમાગ પણ લગાવો, જે સફળતાના નવા દ્વાર ખોલી આપશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ વર્ષે તમારા જીવનમાં લગ્નનો યોગ બની રહ્યો છે, પરણિત લોકોના જીવનમાં પણ સંતાન પ્રાપ્તિનું સુખ લખાયેલું છે. આ વર્ષે તમે વધુ ખુશીઓ પ્રાપ્ત કરશો. સાથે આવકના પણ નવા સ્ત્રોત તમને મળશે. ધંધામાં પણ સારી પ્રગતિ થવાની છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો જે છેલ્લા કેટલાય સમયથી નોકરીમાં સમય વિતાવી રહ્યા છે તેમના માટે પ્રમોશનનું આ સારું વર્ષ છે. આ વર્ષે તમારું કામ જોઈને તમારા બોસ તમને બઢતી આપી શકે છે. વર્ષની શરૂઆતથી જ મન લગાવીને કામ કરવું, જે તમને સફળતાનાં રસ્તા તરફ આગળ લઇ જશે.

 

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આ વર્ષ મહેનત કરવાનું વર્ષ છે, તમારો પરિશ્રમ તમને આગળ લઇ જવામાં ખુબ જ મદદગાર સાબિત થશે. તમે જે પણ કામ કરો તે દિલથી કરો. સફળતા મળતા તમને કોઈ રોકી નહીં શકે. આ વર્ષે પરણિત લોકોના જીવનમાં સંતાન સુખ લખાયેલું છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ એ વાત પણ સમજી લેવી જોઈએ કે આ દુનિયામાં તમે એકલા જ ચાલાક નથી, માટે આ વર્ષે દરેક કામ દિમાગ લગાવીને નહિ પરંતુ દિલ લગાવીને પણ કરવું. આ વર્ષે દિલથી કરેલું કાર્ય તમને યશ અને કીર્તિ પણ અપાવશે, નવા સંબંધો સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

Team Akhand Ayurved

Not allowed