કોણ છે આ કમો ? જેને આટલા ટૂંકા સમયમાં જ ગુજરાતમાં આટલું મોટું નામ બનાવી દીધું ? કમાના મમ્મી પપ્પાએ જુઓ શું શું કહ્યું

આજે ગુજરાતના ખૂણે ખૂણે બસ એક જ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તે નામ છે કોઠારીયાના કમાનું. કાળ સુધી જેને લોકો બોલાવતા પણ નહોતા તે આજે તેને કમાભાઈ કહીને બોલાવે છે અને તેમને મળવા માટે પણ આતુર હોય છે. દિવ્યાંગ હોવા છતાં આટલું મોટું નામ બનાવવું તે તો એક કિસ્મતની જ વાત માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં પણ કમાના હવે 1 લાખ આસપાસ ફોલોઅર્સ પણ બની ગયા છે.

કમાનું આ નામ બનાવવા પાછળ સૌથી મોટો હાથ ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીનો છે. કિર્તીદાને પોતાના ડાયરામાં કમાને આગળ સ્થાન આપ્યું, તેનું સન્માન કર્યું, કમાના ગમતા ગીત ઉપર તેને ઝુમાવ્યો એ બધાથી કમાણી ઓળખ આજે આખા ગુજરાતમાં થઇ ગઈ, માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આજે કમો દેશ વિદેશમાં એક જાણીતું નામ બની ગયો છે.

આજે કમો જ્યાં પણ જાય છે ત્યાં તેની રોયલ એન્ટ્રી પડે છે, લક્ઝુરિયસ કારમાં તેની સવારી નીકળે છે. આસપાસ બોડીગાર્ડ જોવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કમાનુ સન્માન કર્યું. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના ડાયરા કલાકારો કમાને તેમના ડાયરામાં આમંત્રણ આપે છે અને તગેનું સન્માન પણ કરતા હોય છે.

પરંતુ આખું ગુજરાત કમાને ફક્ત કમા તરીકે જ ઓળખે છે. કમાન જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ત્યારે આજે અમે તમને કમાના જીવન વિશેની કેટલીક એવી અજાણી વાતો જણાવીશું જે ખુબ જ રસપ્રદ છે. કમાનું જીવન અને આ જગ્યા ઉપર તે કેવી રીતે પહોંચ્યો તેના વિશે તેના માતા પિતાએ પણ કેટલીક વાતો જણાવી હતી.

કમો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો વતની છે. કમાનું આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે. તે બાળપણથી જ દિવ્યાંગ છે. તેના ઘરમાં માતા પિતા અને ભાઈ પણ છે. પરંતુ કમો ઘરે નથી રહેતો. તે દિવ્યાંગ હોવાના કારણે કોઠારીયા ગામમાં જ આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે એક ગૌશાળા પણ છે ત્યાં જ રહે છે.

“કમો” નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે. કમો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળમાં ખુજ રસ ધરાવતો હતો. થોડા સમય પહેલા કોઠારીયાના શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો.

ત્યારે આ ડાયરામાં કિર્તીદાને “રસિયો રૂપાળો” ગીત ડાયરામાં લલકાર્યું ત્યારે કમાએ ઉભા થઈને ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને ત્યારથી લોકો પણ કમા વિશે જાણવા માંગતા હતા. ધીમે ધીમે કમાની ઓળખ વધતી ગઈ, તેનું નામ મોટું થવા લાગ્યું અને આજે ગુજરાતના ઘર ઘરમાં કમો એક જાણીતું નામ બની ગયો.

કમાના માતા-પિતાએ કમા વિશે જણાવ્યું હતું કે કમો જયારે નેનો હતો ત્યારે તેમને ડોક્ટરને બતાવ્યું હતું. પરંતુ ત્યારે ડોકટરે જણાવ્યું હતું કે કમો માનસિક રીતે સક્ષમ નથી. તેમને એમ પણ જણાવ્યું કે કમાને ભક્તિ અને ભજનમાં ઊંડો રસ છે, જેના કારણે તે ભજનોમાં અને ડાયરામાં જતો થયો. આજે કમો ડાયરામાં જાય છે અને લોકો પણ તેની ઉપર ઢગલાબંધ રૂપિયા ઉડાવે છે. કમો પણ આ પૈસા તેના ઘરે નથી આપતો અને બધા જ પૈસા કોઠારીયા ગામની ગૌશાળામાં દાન કરે છે. ખરેખર કમો એક પરોપકારી જીવ છે.

Team Akhand Ayurved

Not allowed