વિશ્વનો સૌથી ખતરનાક છોડ, જેનો ડંખ આત્મહત્યા કરવા માટે કરે છે મજબૂર… બ્રિટનના વ્યક્તિએ ઉગાડ્યો
ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે કરવા માટે કંઇ ખાસ હોતુ નથી અને ટાઇમપાસ માટે આપણે કંઇક શોધવા લાગી જઇએ છીએ. આ તમારી કોઇ હોબી પણ હોઇ શકે છે અને કોઇ નવી વસ્તુ પણ. જો કોઇ ખાલી બેઠુ છે, આ માટે મોતને દાવત તો નહિ આપે પરંતુ એક બ્રિટિશ વ્યક્તએ આવું કર્યુ. ઘરમાં કોઇ કામ નહોતુ એટલે તેણે કુંડામાં દર્દ આપનાર છોડ લગાવ્યો. બ્રિટેનમાં રહેનારા ડેનિયલ નામના વ્યક્તિએ ઘરમાં કંટાળો દૂર કરવા માટે એક છોડ લગાવ્યો હતો. જેને દુનિયાનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે.
જો કોઇ તેને અડી પણ જાય તો વર્ષો સુધી તે દર્દ આપવાની ક્ષમતા રાખે છે. આમ તો આ છોડ મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં મળે છે પરંતુ વ્યક્તિએ આને બ્રિટેનમાં પોતાના ઘરની અંદર જ લગાવી દીધો. ઓક્સફોર્ડમાં રહેનારા ડેનિયલે ઘરની અંદર જ સુસાઇડ પ્લાન્ટના નામથી મશહૂર ડેંડ્રોક્નાઇડ મોરોઇડ્સ (Dendrocnide Moroides)ને પોતાના ઘરની અંદર કુંડામાં ઉગાડ્યો છે. છોડને એક જેલ બનાવીને તેમાં રાખવામાં આવ્યો છે અને આના પર ડેન્જરની સાઇન પણ લગાવી છે.
તેણે ઇન્ટરનેટથી તેનો બીજ લીધો, જે ઘણો મોંઘો હતો. તેણે આને પોતાના રૂમ સામે લગાવ્યો છે, કારણ કે કોઇ આને અડે નહિ.તે જો આની દેખરેખ રાખે કે સ્પર્શે તો જાડા હાથનામોજા પહેરીને જ રાખે છે, તેમ છતાં તેને એકવાર ડંખ વાગી ગયો છે.સામાન્ય રીતે તેને જિમપાઇ-જિમપાઇના નામથી ઓળખવામાં આવે છે. આ છોડના પત્તા દિલ આકારના હોય છે અને તેના પર નાના નાના ઘણા બધા કાંટા હોય છે, લગભગ તો પૂરા પત્તા કાંટાથી જ ઢાકેલા રહે છે.
જો ભૂલથી પણ માણસ તેને અડી લે અનેકોઇ જીવ તેના સંપર્કમાં આવી જાય તો તેનું ઝહેર ત્વચામાં ઉતરવા લાગે છે અને અસહનીય દર્દ પેદા કરે છે. ઝહેર કોઇ સાપ કે વીંછીથી કમ નથી હોતુ. છોડના નાના કાંટામાં જે ઝહેર હોય છે તેને ન્યુરોટોક્સિન પોઇઝન કહેવામાં આવે છે. કહેવાય છે કે આ છોડ લોકોને એટલો તડપાવે છે કે વધારે લોકો આત્મહત્યા માટે મજબૂર થઇ જાય છે. આ કારણે તેને સુસાઇડ પ્લાન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે.
એક્સપર્ટ્સ અનુસાર, તેને સ્પર્શવા પર કાંટો ત્વચા પર રહી જાય તો તે એક વર્ષ સુધી પરેશાન કરી શકે છે. રીપોર્ટ અનુસાર, એક વ્યક્તિએ આનો ઉપયોગ ટોયલેટ પેપરના રૂપમાં કર્યો હતો. તે બાદ તે દર્દથી એટલો પરેશાન થઇ ગયો કે તેણે પોતાને ગોળી મારી દીધી.