“પવન જોશીની બેન બીજા જોડે ચાલુ સે.. મેં પહેલા જ કીધું હતું પણ મને ખોટી પાડી…” લાઈવ વીડિયોમાં ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા બોલી કીર્તિ પટેલ… જુઓ વીડિયો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેની સગાઈ તૂટવાને લઈને સતત ચર્ચામાં છે. પવન જોશી સાથે તેની 5 વર્ષની સગાઈ તૂટી ગયા બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ વાત વધારે છવાયેલી જોવા મળી રહી છે. આ સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોશીની બહેને કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે.

કિંજલ અને પવનની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે પવનની બહેને કોઈ અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને છે અને કિંજલની પણ સગાઈ તેના કારણે તૂટી રહી છે ત્યારે આ બાબતે ઘણા લોકો પોત પોતાની રીતે અભિપ્રાય આપી રહ્યા છે.

આ બધા વચ્ચે ગુજરાતનું એક બહુ ચર્ચિત નામ કીર્તિ પટેલે પણ તેમની કિંજલ અને પવનની સગાઈ તૂટવા પર મજાક કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કીર્તિ પટેલ એક લાઈવ વીડિયોની અંદર આ વાત મુદ્દે મજાક કરતી જોવા મળી રહી છે અને રડવાનો ડોળ કરીને પવનની બહેનનું અફેર પહેલાથી જ હોવાની વાત પણ જણાવી રહી છે.

કીર્તિ પટેલ આ લાઈવ વીડિયોમાં કોઈ લાલજીભાઈ સાથે વાત કરી રહી છે. જેમાં લાલજીભાઈ તેને પૂછે છે કે “તમને નહોતી ખબર કે કિંજલની સગાઈ તૂટી ગઈ..”  ત્યારે કીર્તિ નાટકીય અંદાજમાં કહે છે “મને નહોતી ખબર લાલભાઈ.. નહિ તો આવું હોય હું કાલ રાતની રોતી હોત..” જેના બાદ રડવાનો અભિનય કરીને જાણે ધ્રુસકે ધ્રુસકે રડી હોય તેમ પોતાની વાત આગળ જણાવે છે.”

તે કહે છે કે, “પણ એક દિવસ છે જેને.. પેલા દેવ પગલી છે ને એને બધી વાત કરી દીધી તી કે કિંજલ દવેના ભાઈ હારે જે છોકરીની સગાઈ કરી છે ને તે છોકરી બીજા હારે ચાલુ સે.. મારુ કોઈએ નહોતું માન્યું.. એ દિવસે મારુ કોઈએ નહોતું માન્યું અને મને ખોટી કીધી તી… ” આટલું બોલતા જ તે પોક મૂકીને રડવા પણ લાગે છે. ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Team Akhand Ayurved

Not allowed