
કમાનું નામ સાંભળતા જ તેનો ચહેરો આંખો સામે આવીને ઉભો થઇ જાય, રસિયો રૂપાળો ગીત કાનમાં પણ રણકવા લાગે. કમાએ થોડા જ સમયમાં એક મોટું નામ બનાવી દીધું અને આખા ગુજરાતમાં તેની બોલબાલા જોવા મળી હતી, ત્યારે નવરાત્રીમાં પણ કમાએ ધૂમ મચાવી. કમાને આ ઓળખ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ આપાવિ હતી, જેના બાદ માર્કેટમાં પણ કમાના ઘણા ડુબ્લીકેટ જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ કેનેડાના ડાયરામાં કિર્તીદાન એક અમેરિકાના કમાને લઈને આવ્યા હતા, જે અદ્દલ કમા જેવો જ દેખાતો હતો, ત્યારે હવે સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ પણ એક નવો કમો લઈને આવી છે.
કીર્તિ પટેલે આ ડુબ્લીકેટ કમા સાથેના ઘણા બધા વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં કીર્તિ પટેલ અને આ ડુબ્લીકેટ કમાના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે. કીર્તિ પટેલે કમા સાથેની ઘણી બધી રીલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં એક રીલની અંદર કમાને ગમતા અને લોકપ્રિય ગીત “રસિયો રૂપાળો” ઉપર પણ કીર્તિ અને ડુબ્લીકેટ કમો નાચતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
તો કીર્તિ પટેલે આ વીડિયો શેર કરતા જ તેના ફોલોઅર્સને પૂછ્યું છે કે કેવો લાગ્યો કમો ? અન્ય એક વીડિયોમાં કીર્તિ અને ડુબ્લીકેટ કમો બંને એક બેન્ચ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કમો કીર્તિ પટેલના ગાલ ઉપર કિ કરતો પણ જોઈ શકાય છે. આ વીડિયોમાં કીર્તિએ “ભીગે હોઠ તેરે” ગીત મૂક્યું છે. સાથે જ કેપશનમાં એમ પણ લખ્યું છે કે કમો ફૂલ મૂડમાં છે પણ.”
View this post on Instagram
કીર્તિ પટેલના આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, સાથે જ ઘણા લોકોને આ કમો પણ પસંદ આવી રહ્યો છે, તો ઘણા લોકોને કમા સાથેની આવી હરકત પસંદ પણ નથી આવી રહી અને કીર્તિ પટેલને સંભળાવતા પણ જોવા મળે છે.
View this post on Instagram
કોઠારીયાના કમાને આટલી લોકપ્રિયતા મળ્યા બાદ કમાના ઘણા ડુબ્લીકેટ પણ સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા જ કેનેડાના એક કાર્યક્રમ દરમિયાન ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ અમેરિકાના કમાને લઈને આવ્યા હતા. ત્યારે હવે કીર્તિ પટેલ પણ ડુબ્લીકેટ કમાને લઈને આવતા લોકો પણ હેરાન રહી ગયા છે. તેના વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram