
ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણીવાર હત્યાની એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તેના વિશે જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ હત્યા થતા તમે જોઈ હશે, તો ઘણીવાર સામાન્ય ઝઘડો પણ હત્યાનું કારણ બની જાય છે, પરંતુ હાલ એવી એક ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમે પણ હચમચી જશો.
ઈન્દોરમાં એક કિન્નરની હત્યાની એક ભયાનક ઘટના સામે આવી છે. કિન્નરનો મૃતદેહ પોલીસને બે ટુકડામાં મળી આવ્યો છે. આરોપીએ કિન્નરને સંબંધ બાંધવા માટે ઘરે બોલાવ્યો હતો, પરંતુ તેણે ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ તકરારમાં પહેલા આરોપીએ કિન્નરનું ગળું દબાવીને હત્યા કરી હતી. કિન્નરની હત્યા કર્યા બાદ આરોપીએ છરી વડે તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા અને એક ટુકડો રસ્તા પર ફેંકી દીધો હતો અને બીજો ટૂકડો ઘરના બોક્સમાં છુપાવી રાખ્યો હતો.
હત્યાના આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે જણાવ્યું કે તેણે એક યુવતીને સંબંધ બનાવવા માટે બોલાવી હતી, પરંતુ તે કિન્નર નીકળ્યો. મંગળવારે સવારે રોડ કિનારે અર્ધ મૃતદેહ મળી આવતા ખજરાણા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃતદેહનો એક માત્ર ભાગ કમરની નીચે હતો, જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા.
પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ કોલ ડિટેઈલ તપાસ્યા બાદ લાશની ઓળખ કિન્નર ઝોયા તરીકે થઈ હતી. જે રવિવારથી ગુમ હતો. છેલ્લી વખત ઝોયાએ કોલ ડીટેઈલમાં ઓટો ડ્રાઈવર આબિદ સાથે વાતચીત કરી હતી. જ્યારે પોલીસે તેને પકડીને પૂછપરછ કરી તો તેણે ઝોયાને નૂર મોહમ્મદના ઘરે લઈ જવા અને તેને છોડી દેવાનું કહ્યું.
જ્યારે પોલીસે નૂર મોહમ્મદની શોધખોળ કરી ત્યારે તે ઘરે મળી શક્યો ન હતો, પરંતુ થોડા જ કલાકોમાં પોલીસે તેને તેના એક સંબંધીના ઘરેથી પકડી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝોયા ઉર્ફે મોહસીન નામની કિન્નર 27 ઓગસ્ટથી ગુમ છે. પરિવારે ખજરાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના પરિવારજનોને બોલાવી લાશની ઓળખ કરાવી હતી.
જ્યારે પોલીસે ઝોયાની કોલ ડિટેઈલ મેળવી તો ખબર પડી કે છેલ્લો કોલ નૂર મોહમ્મદનો હતો. જ્યારે પોલીસે નૂરની તપાસ કરી અને તેના ઘરની આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે શંકા વધી. એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, સ્થળ સહિત આસપાસના વિસ્તારમાં 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ઝોયા એક ફૂટેજમાં દેખાઈ હતી. તે નૂર મોહમ્મદના ઘર તરફ ચાલતી જોવા મળ્યો હતો. પોલીસે નૂરને કસ્ટડીમાં લીધો હતો.