24 વર્ષની થઇ કિંજલ દવે, લાખો રૂપિયાનું દાન કરીને કિંજલ દવેએ એનોખો અંદાજમાં કરી જન્મ દિવસની ઉજવણી, જુઓ તસવીરો અને વીડિયો

કોકીલકંઠી કિંજલ દવે આજે ગુજરાતનું એક મોટું નામ બની ગઈ છે. તેને આજે ઓળખાણની જરૂર નથી. કિંજલ દવેએ પોતાના સુરીલા અવાજથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. કિંજલ દવેના ગીતો નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સાંભળતા હોય છે. તેના ગીતો પર મન મૂકીને લોકો ઝુમતા હોય છે અને તેના દેશ વિદેશમાં થતા કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે,

કિંજલ દવે ગઈ કાલે 24 વર્ષની થઇ ગઈ. ગઈકાલે જ કિંજલ દવેનો જન્મ દિવસ હતો અને તેના ચાહકોને તેને ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી હતી. કિંજલ દવેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, તેના ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ 27 લાખ કરતા વધુ લોકો ફોલો કરે છે, કિંજલ પણ તેના સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહે છે એન તેની તસવીરો તેમજ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે ચાહકોએ પોતાની સ્ટોરીમાં તેની તસવીરો શેર કરી અને મેંશન કરી હતી. કિંજલ દવેએ પણ ઘણા બધા ચાહકોની સ્ટોરીને રી શેર પણ કરી રહી છે અને સૌનો  આભાર પણ માંન્યો હતો. ત્યારે ઘણા બધા ચાહકો એ જાણવા માટે પણ આતુર છે કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે શું કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસે એક ખુબ જ ઉમદા કામ કરી હતું. આ વર્ષે કિંજલ દવેએ સંકુલના બાળકોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગનો વીડિયો પણ મહીપત સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. વીડિયોમાં તે જણાવી રહ્યા હતા કે કિંજલબેને સંકુલના બાળકો માટે શાનદાર જમવાની વ્યવસ્થા કરી હતી. વીડિયોમાં તમામ બાળકોએ પણ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

બાળકોને ભોજન કરવાની સાથે સાથે કિંજલ દવેએ લાખો રૂપિયાના દાનનો ધોધ પણ વહાવ્યો.  કિંજલે હરિઓમ ગૌ શાળા અનાવાડા પાટણમાં 24માં જન્મ દિવસે 24 ગાયોને 1 વર્ષ માટે દત્તક લીધી છે અને તેના નિભાવ ખર્ચ માટે  1,71,000/- રૂપિયાનું પણ દાન આપ્યું છે. આ સામે આવ્યા બાદ લોકો કિંજલના આ કામના ખુબ જ વખાણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Medal (@medaltheofficial)

આ સિવાયકિંજલ દવેએ સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ, ભેસાણામાં પણ 1 લાખ 24 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. કિંજલ દવેના જન્મ દિવસની ધૂમ “મેડલ” ફિલ્મના પ્રીમિયરમાં પણ જોવા મળી. જેમાં તેના માટે શાનદાર કેક લાવવામાં આવી અને કિંજલે કેક કાપી સૌથી પહેલા તેના પિતા લલિત દવેને ખવડાવી હતી.

Team Akhand Ayurved

Not allowed