ગુજરાતનું ગૌરવ કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયામાં જોરદાર ડાન્સ કર્યો, લોકો આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા

કિંજલ દવે ગુજરાતી ગાયકીનું એક મોટું નામ બની ગઈ છે. તેઓ ચાહક વર્ગ ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલો છે. તેના કર્યક્રમોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. વિદેશમાં પણ કિંજલ દવેના પ્રોગ્રામમોં લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેના સુરત તાલના સથવારે ઝુમતા હોય છે.

કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જે એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં છે અને ઓસ્ટ્રેલિયામાં વસનારા ગુજરાતીઓને પોતાના સુમધુર અવાજથી તે ઝુમાવી રહી છે.

પરંતુ આ દરમિયાન કિંજલનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ઢોલના ધમકારે ઝૂમતી નજર આવી રહી છે. લોકોને પોતાના અવાજથી ઝુમાવનારી કિંજલ દવેને ઝુમતા જોવું તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો પણ તેને આ રીતે ઝુમતા જોઈને તેની વાહ વાહ કરતા થાકતા નથી.

આ વીડિયો પણ ઓસ્ટ્રેલિયાનો છે. જ્યાં એક કિંજલ દવે એક સ્ટેજ શો કરી રહી છે. સ્ટેજ ઉપરથી તે ત્યાં આવેલા લોકોને પોતાના ટાળે ઝુમાવી રહી છે, ત્યારે જ કિંજલ માઈકમાં “માર તો મેળે જાવું છે..” ગીત લલકારવા લાગે છે અને તે સમયે જ ઢોલી ઢોલ લઈને સ્ટેજ ઉપર આવી ચઢે છે.

થોડાક મહિનાઓ પહેલા ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેના મંગેતર પવન જોષીએ સોશિયલ મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર પોસ્ટ કરી . પવન જોશીએ લખ્યું ‘અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.’ લોક ગાયિકાની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ સાથે હતો. આ ત્રણે’યએ સિરિયલનાં ગડા હાઉસની ઘરે ગયેલા ત્યારે હિંચકા પર બેસીને ફોટો પડાવ્યા હતા

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આપણી ફેવરિટ ગુજરાતી ગાયિકા કિંજલ દવે (Kinjal Dave) તેનું જાણીતું ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ નહીં ગાઈ શકે. મ્યૂઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઈટની મેટર ને લીધે ગયા શનિવારે સ્થાનિક કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મૂક્યો છે. કંપની આ ગીત પર માલિકીનો દાવો કરી રહી છે અને કોપીરાઈટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવી રહી છે.

“ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ- આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઈટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ના વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા કોપીરાઈટ કેસમાં કોર્ટ કોઈ નિર્ણય પર ના પહોંચે ત્યાં સુધી લાઈવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે”, તેમ એડવોકેટ ઝાહિદ શેખે જણાવ્યું.

20 ડિસેમ્બર 2016ના રોજ આરડીસી ચેનલ પર આ સોન્ગ અપલોડ કરવામાં આવ્યું અને તરત જ ખુબ વાયરલ થઇ ગયેલું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યૂટ્યૂબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો હતો.

એટલે કાર્તિક પટેલ કોપીરાઈટ કરેલા આ ગીતના માલિક ગણાય. આરોપ છે કે, કિંજલ દવેએ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી હતી. કિંજલ દવે અને તેના અસોસિએટ્સ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણથી રેડ રિબિન સંતુષ્ટ ના થતાં તેઓએ ફેબ્રુઆરી 2017માં લીગલ નોટિસ મોકલી હતી.

ઢોલના અવાજથી કિંજલના પગ પણ થિરકવા લાગે અને પછી તો ગાતા ગતા જ એવા શાનદાર સ્ટેપ કરે છે કે લોકો પણ જોતા જ રહી જાય છે.  કિંજલ દવેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હવે ટૂંક સમયમાં જ નવરાત્રી આવવાની છે. ત્યારે ગુજરાતી ગાયકો પણ આ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે, કિંજલ દવે પણ આ વર્ષે ગરબામાં રમઝટ મચાવશે. થળોએ સમય પહેલા જ તે અમેરિકા પણ પહોંચી હતી અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પણ પોતાના ટાળે ઝુમાવ્યા હતા.

Team Akhand Ayurved

Not allowed