ગાડીના ટાયર નીચે છુપાઈને બેઠો હતો ખતરનાક કિંગ કોબ્રા, પછી આ ભાઈએ એવી રીતે કર્યું રેસ્ક્યુ કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે.. જુઓ વીડિયો

ગાડી ચાલુ કરતા પહેલા રાખજો સાવચેતી ! જુઓ કેવો કિંગ કોબ્રા ગાડીના ટાયર નીચે છુપાઈને બેઠો હતો, જોઈને જ રૂંવાડા ઉભા થઇ જશે, વાયરલ થયો વીડિયો

સાપનું નામ સાંભળતા જ આપણે ધ્રુજવા લાગી જઈએ. સાપ ઘણીવાર ઘરમાં અને કેટલાક સ્થળો પર એવી રીતે છુપાઈને બેઠો હોય છે જે આપણને પણ ખબર નથી હોતું, અને અજાણતા જ તે જો ડંખ મારી લે તો માણસ મોતને પણ ભેટતો હોય છે. સાપના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. ત્યારે ઘણા લોકો બહાદુરીથી સાપનું રેસ્ક્યુ પણ કરતા હોય છે, હાલ આવા જ એક સાપના રેસ્ક્યુનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક સાપ પકડનાર વ્યક્તિ કારના વ્હીલમાંથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. અચાનક વ્યક્તિ વ્હીલ પાસે ધક્કો મારે છે અને કારમાંથી એક ખતરનાક કિંગ કોબ્રા નીકળે છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા હતા. તે વ્યક્તિ સાપ પકડવાની લાકડીથી સાપને બહાર કાઢે છે અને પછી એક નાનો કિંગ કોબ્રા ટાયર નીચેથી બહાર આવે છે.

લોકોને હેરાની તો ત્યારે થાય છે કે જયારે ટાયર નીચેથી નીકળીને સાપ એક કન્ટેન્ટરમાં ઘુસી જાય છે. આ કન્ટેનરને સાપ પકડવા વાળાએ જ મૂક્યું હતું જેમાં તે બંધ થઇ જાય છે.  આ વિડિયો જોયા પછી ચોક્કસ મોટાભાગના લોકોના મનમાં હાહાકાર મચી જશે. સ્નેક રેસ્ક્યુના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ જો આ બચાવ રહેણાંક વિસ્તારમાં થાય તો સાપ કરડવાનો ભય લોકોને લાંબા સમય સુધી સતાવતો રહે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને હજારો વાર જોવામાં આવી ચુકી છે. એટલું જ નહીં આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો તે વ્યક્તિને બહાદુર કહેતા જોવા મળ્યા હતા.

Team Akhand Ayurved

Not allowed