ડિલિવરી પછી કરીના કપૂરે ખુબ જલ્દી જ પોતાનું વજન ઓછું કરી નાખ્યું હતું. જેનું કારણ માત્ર જીમમાં જ વર્કઆઉટ કરવાનું નથી પણ પોતાની ડાઈટ પર પ્રોપર ધ્યાન આપવાનું પણ છે. વીરે દી વેડિંગના પ્રમોશન દરમિયાન કરીનાએ પોતાના ઝીરો ફિગરને શોર્ટ કપડામાં ખુબ ફ્લોન્ટ કર્યું હતું જેને જોઈને લોકો ખુબ જ હેરાન રહી ગયા હતા.
View this post on Instagram
કરિનાની ન્યુટ્રીશન ઋજુતા દિવેકર દ્વારા અન્ય ઘણા સેલિબ્રિટી પોતાના વજનને કંટ્રોલમાં રાખવામાં કામિયાબ રહ્યા છે. ઋજુતા દિવેકર સૌથી વધુ મોંઘી ડાયટેશીયન છે… જો તમે પણ તમારું વજન ઓછું કરવા માગો છો તો ઋજુતાએ આપેલી આ ટિપ્સને જરૂર ફોલો કરો.
ફિટનેસમાં ઊંઘનું એક ખાસ મહત્વ:
ઋજુતાનું કહેવું છે કે સારી ફિટનેસ અને બોડીશેપ માટે અનેક હદ સુધી ઊંઘ જવાબદાર હોય છે. તેણે જણાવ્યું કે કેફીન ઊંઘને સરખી રીતે નથી આવવા દેતું, માટે બને ત્યાં સુધી કેફીનથી દૂર રહો.
વજન ઓછું કરવા માટે અપનાવો આ ટિપ્સ:
1. સાંજના સમયે 3થી 4 વાગ્યા પછી ચા કે કોફી ન પીઓ.
2. રેડ બુલ, મોનસ્ટર જેવા એનર્જી ડ્રિંક્સમાં કેફીનની માત્રા વધુ હોય છે. જેના સેવનથી ડેન્સિટી અને હોર્મોનલ હેલ્થને નુકસાન થઇ શકે છે.
3. પેનકિલર્સ, વેટલોસ પીલ્સ, ગ્રીન ટી, ચોકલેટમાં પણ કેફીનની માત્રા હોય છે જે તમારા ઊંઘની સિસ્ટમને બગાડી નાખે છે અને વજનને પણ વધારી શકે છે, માટે યોગ્ય છે કે તેને ઓછી માત્રામાં જ ખાઓ.
4. ઋજુતા અનુસાર ઘી ખાવાથી વજન વધતું નથી પણ ઓછું થાય છે માટે જે લોકોએ એ ધારણા બનાવી રાખી છે તેને હવે તોડી નાખો.
5. જો તમે તમારા લાઇફસ્ટાઇલ હેલ્દી અને વજન પર કંટ્રોલ રાખવા માગો છો તો નેચરલ સ્વિટર્ન્સ જેવા કે મીઠી તુલસી, મધ, શેરડીનો રસ, નારિયેળ પાણી વગેરે ખાવાનું-પીવાનું રાખો.
6. તમારા આસપાસના બજારમાં મળતા હોય એ બધા જ ફળો ખાઓ. આ બધા જ ફળોમાંથી શરીરને જરૂરી ફ્રુક્ટોસ મળે છે અને આ બધા જ ફળો ડાયાબિટીસમાં ખાઈ શકાય છે, જે તમારા શરીરમાં શુગર બેલેન્સ બનાવી રાખશે.
7. વેજીટેબલ તેલની જગ્યાએ સીંગતેલ, સરસવનું તેલ, તલનું તેલ જેવા અનાજના તેલ ખાવાનું રાખો.
8. રોજિંદા આહારમાં કોપરાનું પ્રમાણ વધારો, પૌવા, ઉપમા વગેરેમાં છીણેલું કોપરું ખાઓ. તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી અને એ કમરને પાતળી બનાવે છે.
View this post on Instagram
9. સવારના નાસ્તામાં ઓટ્સ, પૌવા, ઉપમા, ઈડલી, ઢોસા વગેરે ફ્રેશ નાસ્તો લેવો જોઈએ. પેક્ડ ફૂડથી દૂર બનાવવી જોઈએ.
10. શેરડી એક સારો ડીટોક્સ આહાર છે. તેનો રસ પીવો કે તેને એમ જ ખાઈ પણ શકાય છે.
11. પીસીએસ અને થાઇરોઇડની તકલીફવાળા લોકોએ વજન ઘટાડવા માટે ટ્રેનિંગ લેવી અને તૈયાર પેકેજ્ડ ફૂડનું સેવન ન કરવું.
12. ભાત દરરોજ ખાવા, બ્રાઉન રાઈસ ન લેવા, જેને બનતા વાર લાગે તેને પચતા પણ વાર લાગે. ભાતને દાળ, કાઢી કે દહીં સાથે ખાઈ શકાય. ભાતને છોડવાના બદલે દિવસમાં ત્રણ વાર ખાઓ તો સ્વાસ્થ્ય માટે સારું છે.
13. રોટલી અને ભાત એક સાથે પણ ખાઈ જ શકાય છે, જે પ્રમાણેની ભૂખ હોય એ પ્રમાણે બંને ખવાય.
14.કેલેરી સામે નહિ પણ પોષકતત્વો જોઈને ભોજન ખાવું જોઈએ. બ્રેડ, બિસ્કિટ, પિઝા વગેરે જેવી વાનગીઓ ન ખાવી જોઈએ.
15. સવારમાં ઉઠીને ચા ન પીવી, ભૂખ લાગે ત્યારે પણ ચા ન પીવી પણ એના સિવાય દિવસમાં ગમે ત્યારે ચા પી શકાય છે.